તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરીયાજબારામાંથી પક્ષીનો શિકાર કરતાં ત્રણ શખ્સો રંગેહાથ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ પંથક નજીકના શેરીયાજબારામાંથી વનવિભાગે મધરાતે પક્ષીઓનો શિકાર કરતા ત્રણ ઈસમોને રંગેહાથે ઝડપી લીધા હતા. વનતંત્રએ જુદા જુદા 10 મૃત પક્ષીઓ કબ્જે કરી ત્રણેય ઈસમોને કુલ 36 હજારનો દંડ ફટકાર્યો છે.

શિયાળાની ઋતુમાં પંથકના જળાશયો પર વેકેશન ગાળવા આવતા વિદેશી પક્ષીઓનો શિકાર થતો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે શેરીયાજ બારા નજીક નોળી નદી પાસે શિકારીઓની ટોળકી સક્રિય હોવાની વનવિભાગને બાતમી મળી હતી. જયાં તપાસ હાથ ધરતા હારૂન ઈસ્માઈલ ગોવાલસરી, અબ્દુલ દાઉદ ગોવાલસરી તથા યાકુબ ગુલામ ગોવાલસરી (રહે. તમામ શેરીયાજ બારા)ને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી 1-જળમાંજર, 6-ભગતડા, 1-લુહાર અને 2-બતક સહિત 10 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત મોટરસાયકલ, ચપ્પુ અને ઝાળ કબ્જે કરી હતી. શેડયુલ-4 હેઠળ આવતા પક્ષીઓના શિકાર સંદર્ભે વનવિભાગ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી એડવાન્સ રીકવરી પેટે દરેક પાસેથી 12 હજારનો દંડ વસુલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...