તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bilkha News Three Bootleggers Of Junagadh City Were Sent To Vadodara Jail In Pasar 061512

જૂનાગઢ શહેરનાં ત્રણ બુટલેગરને પાસામાં વડોદરા જેલમાં ધકેલાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સૂચનાથી જૂનાગઢ એ ડીવીઝનના પીઆઇ એમ.એ.વાળા સહિતના સ્ટાફે જૂનાગઢ શહેરના કામદાર સોસાયટીમાં રહેતા બુટલેગર અશ્વિન રવજી પરમારને ઝડપી લઇ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે ધકેલી દેવામાં આવ્યો છે તેમજ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. એમ. ચૌહાણ સહિતના સ્ટાફે બીલખા રોડ પર રહેતા બુટલેગર સુરેશ પ્રકાશ સોંદરવાને ઝડપી લઇ વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

તે ઉપરાંત તાલુકા પોલીસ સ્ટેશનમાં એએસપી સાગર બાગમાર તથા પીએસઆઇ બી.એમ.વાઘમસી સહિતનાં સ્ટાફ દ્વારા ડેરવાણનાં બુટલેગર જશુ ગંભીર ભાટીને ઝડપી લઇ પાસા હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે. આમ એક જ દિવસમાં પોલીસે ત્રણ બુટલેગરોને પાસા હેઠળ ધકેલતા જિલ્લાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...