તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sutrapada News The Young Man From Sutrapada39s Family Reached Hemkham On 25 Days 040111

સુત્રાપાડાનાં પ્રાંસલીનો યુવાન 25 દિવસે હેમખેમ ઘેર પહોંચ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા તાલુકાનો પ્રાંસલી ગામનો યુવાન રાજકોટનાં ડો.શ્યામ રાજાણીને ત્યાં નોકરી કરતો હતો ત્યારે થોડા દિવસ પહેલા ડો.વાઘાણી દ્વારા તેમને માર મારતો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારપછી પ્રાંસલીનો યુવાન મયુરસિંહ મોરી ગાયબ થઇ ગયો હતો. જોકે આ ઘટના બાદ ભારે ચર્ચા જાગી છે ડો.રાજાણી સામે કાર્યવાહી ચાલી રહી છે પરંતુ મયુરસિંહ 25 દિવસથી ગાયબ હોઇ પોલીસે તેમને શોધી લીધો હતો ત્યારે આજે મયુર પોતાનાં ગામ પ્રાંસલી હેમખેમ પરત ફર્યો હતો. જેને લઇ ગામમાં ઉત્સાહનો માહોલ હતો તેમજ મયુરનાં માતા તેમને ભેટી રડી પડ્યા હતા. આ તકે કરણી સેનાનાં વિજયસિંહ જાદવ, સરપંચ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...