તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kodinar News The Chillas Of 45 Thousand Stuffed Purses From Sony39s Shop In Kodinar 031532

કોડીનારમાં સોનીની દુકાનમાંથી 45 હજાર ભરેલા પર્સની ચીલઝડપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારમાં સોની વેપારી એસો. પ્રમુખની દુકાનમાંથી આજે હજુ તો દુકાન ખોલતાંજ રૂપિયા 45 હજારની રોકડ ભરેલા પર્સની ચીલઝડપ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. વેપારી એક દરવાજો ખોલો બીજો દરવાજો ખોલતા હતા એજ વખતે એક ટાબરીયો કળા કરી ગયો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કોડીનારમાં સરકારી દવાખાના સામે ડબલ દરવાજાની જ્વેલર્સની દુકાન ધરાવતા રાજેશકુમાર નાનાલાલ સાગર ગોલ્ડન અેસોસિએશનનાં પણ પ્રમુખ અને ભાજપનાં અગ્રણી છે. આજે સવારે તેઓ દુકાનનો એક દરવાજો ખોલી બીજો ખોલતા હતા. એ વખતે તેમને તાળામાં કોઇ ડામર જેવું કોઇ લગાડીને કળા કરી ગયાનું માલુમ પડ્યું હતું. આથી તેઓ તેને સાફ કરતા હતા. એ વખતે પહેલા દરવાજામાંથી એક 14 થી 15 વર્ષનો ટાબરીયો ઘૂસી પર્સ ઉપાડી ગયો હતો. પર્સમાં રૂ. 45 હજારની રોકડ અને કાગળો હોવાનું રાજેશકુમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે દુકાનનાં સીસી ટિવી ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...