તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Keshod News The 4th Attack On The Young Man Who Refused To Mumble At Rameshwar Village 031148

રામેશ્વર ગામે મસ્તી કરવાની ના પાડનાર યુવાન પર 4નો હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલખા તાબેનાં રામેશ્વરમાં મસ્તી કરવાની ના પાડતાં યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. જયારે કેશોદમાં 1 મહિલાની છેડતી કરીને બાઇક ચાલક નાસી ગયો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બીલખા તાબેનાં રામેશ્વર ગામે રહેતા બદરૂભાઇ રાવજીભાઇ જળુ પાનની દુકાનેથી માવો ખાઇ પોતાનાં ઘર તરફ જઇ રહયાં હતાં ત્યારે મુન્ના રામ ચાંદ્રડ મસ્તી કરતો હોય જેની ના પાડતાં કેતન દીલા ચાંદ્રડ, દીલા રામ ચાંદ્રડ, વિનુ રામ ચાંદ્રડ અને મુન્ના ઢીકાપાટુ, લાકડી અને પાઇપથી માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે અન્ય એક બનાવમાં કેશોદમાં રહેતી એક પરિણીત મહિલા પીપલીયાનગરમાં પોતાની શેરીમાં વોકીંગ કરી રહયાં હતાં ત્યારે 451 નંબરનાં બાઇક ચાલકે આવી પાછળનાં ભાગે થાપા પર હાથ મારી છેડતી કરી નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે બાઇક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...