તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ સાથે સમાધાન કરાવવાનું કહી સ્વામીએ મહિલાને છરી બતાવી કારમાં દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીના વડીયા ખાતે આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામીના કામલીલા સામે આવી છે. જૂનાગઢની પરિણીતાને પતિ સાથે સમાધાન કરાવવાની લાલચ આપી કારમાં બોલાવી છરી બતાવી દુષ્કર્મ આચર્યુ હતું અને પરિણીતા પોલીસ ફરિયાદ કરશે તો તેમની દિકરીને ઉપાડી જવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મુળ પોરબંદરની અને હાલ જૂનાગઢમાં રહેતી પરિણીતા સ્વામી ધર્મ પાળતી હોય અને પોતાના પતિ સાથે અણ બનાવ થયો હોય જેને લઇને પતિ સાથે સમાધાન કરાવવા માટે પરિણીતાનો સંપર્ક અમરેલીના વડીયા ખાતે આવેલા સ્વામી નારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજી સાથે થયો હતો અને પરિણીતાને તેમના પતિ સાથે સમાધાન કરાવી દેશે તેવા હેતુંથી મોબાઇલમાં વાતચીત કરતા હતા જેનો ફાયદો ઉઠાવી તા.18 ફેબ્રુઆરીના રોજ પરિણીતાને જૂનાગઢના શીશીમંગલ વાળા રોડ થી બિલખા ગેઇટ વાળા રોડ પર બોલાવી કારમાં બેસાડી છરી બતાવી પરીણિતા તેમની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું અને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ પરિણીતાની દિકરી ઉપાડી જવાની ધમકી આપી હતી. સ્વામીની આ કામ લીલામાં કારનો ડ્રાઇવર શ્યામ સુંદરસ્વામી પણ તેમની મદદગારી હોવાની પરિણીતાએ જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ પીએસઆઇ પી.બી.લક્કડ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો