તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vanthali News Shapoor Bridge Car Hits A Bike Dies In The Treatment Of A Young Man 042654

શાપુરનાં પુલ પર વાહને બાઇકને ઉડાવતાં યુવાનનું સારવારમાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાં શાપુર પુલ પર ફોરવ્હીલ વાહને બાઇકને ઉડાવતાં યુવાનનું સારવારમાં મોત નિપજયું હતું. જયારે દિલાવરનગર પાસે ટ્રકે પીકઅપ વાનને ઠોકર મારી દેતા મુસાફરોને ઇજા પહોંચી હતી.

વંથલી - જૂનાગઢ રોડ પર શાપુર પુલ પાસે ગત 8 ડિસે.નાં સાંજનાં અજાણ્યા ફોરવ્હીલનાં ચાલકે બાઇક નં.જીજે-25-એફ- 8652ને હડફેટે લેતા કેશોદનાં પંચાળાનાં દિલીપભાઇ મસરીભાઇ ખેર (ઉ.વ.32)ને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલે ખસેડાયેલા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. મૃતકનાં પત્ની દક્ષાબેને ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ ડાકીએ નાસી છુટેલા ચાલકને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં વંથલીપાસે ટ્રક નં.જીજે-32-ટી-5588નાં ચાલકે પાછળથી પીકઅપવાનને પાછળથી ઠોકર મારી દેતા અંદર બેસેલા મુસાફરોને ઇજા પહોંચી હતી. પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...