તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલીંગ તૂટેલી, ઓઝતનો પુલ ભયજનક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ-મેંદરડા બાયપાસ રોડ પર સોનારડી પાસે ગત રાત્રે એક ટ્રક આશરે 45 ફૂટ ઉંચેથી ઓઝત નદીમાં ખાબક્યો. જેમાં ડ્રાઇવરને પતરું કાપીને બહાર કાઢવો પડ્યો. જ્યાં સુધી પતરું ન કપાયું ત્યાં સુધી 108 એ તેને તેમાંજ ઓક્સિજન પર રાખવો પડ્યો. આ ઘટના અગાઉ દિવ્ય ભાસ્કર દ્વારા જ ઓઝતનાં આ પુલ પરની તૂટેલી રેલીંગ ભયજનક હોવાની અને ગમે ત્યારે અકસ્માત નોંતરી શકે એવી ભિતી વ્યક્ત કરાઇ હતી. જોકે, તંત્રએ ધરાર તેને રીપેર ન કરાવતાં આખરે અકસ્માત સર્જાયો. હવે આ પુલ કોઇ ગમખ્વાર અકસ્માત નોતરે એ પહેલાં રેલીંગ રીપેર થાય તો કોઇનો જીવ જોખમમાં ન મૂકાય એવી લાગણી પ્રવર્તી રહી છે. તસવીર-ગૌતમ શેઠ

અન્ય સમાચારો પણ છે...