તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Keshod News On Saturday Morning The Accident Took Place On The Kisholana Kalwani Road In Keshod On The Way To Steering 031234

શનિવારે સવારે કેશોદ પંથકનાં કોયલાણા - કાલવાણી રોડ પર ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાં કોયલાણા - કાલવાણી રોડ પર ડિવાઇડર સાથે અથડાયેલી કાર 150 ફૂટ ઢસડાઇને ખાડામાં ખાબકતાં આ સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજયું હતું. જયારે પાંચને ઇજા પહોંચી હતી. વાસણા સ્વામીનારાયણ મંદિરનાં સંતો અને હરીભકતો અકસ્માતનો ભોગ બન્યા હતાં.

કેશોદનાં કોયલાણા - કાલવાણી નેશનલ હાઇવે પર શનિવારે સવારે 8.30 વાગ્યાનાં અરસામાં ચાલક હસમુખભાઇ પટેલ (ઉ.વ.65)એ કોઇપણ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં જીજે-01-કેપી-0607 નંબરની કાર ડિવાઇડર સાથે અથડાઇ ગડથોલીયા ખાતી 150 ફૂટ ઢસડાઇને ખાડામાં ખાબકતાં મૂર્તિપ્રિયદાસજી સ્વામી (ઉ.વ.42) શ્રવણ પ્રિયદાસજી સ્વામી (ઉ.વ.22), ગુરૂકુલનાં છાત્ર દર્શનભાઇ પરમાર (ઉ.વ.20), પાર્થભાઇ ત્રિવેદી (ઉ.વ.21) અને હરીવદનભાઇ પાચોટીયા (ઉ.વ.21)ને ઇજા પહોંચતાં પ્રથમ કેશોદ અને ત્યાંથી જૂનાગઢ સારવારમાં ખસેડાયાં હતાં. જેમાં સારવાર દરમિયાન હરીવદનભાઇનું મોત નિપજયું હતું.

પાવર કટ થઇ જતાં વધુ જાનહાની ટળી
સરકારી હોસ્પિટલમાં મહિલા કર્મી હોઇ સંતોએ સારવાર લેવાનું ટાળ્યું
સંતો સહેજે પણ મહિલાઓનાં સંપર્કમાં આવતાં ન હોવાથી ઇજાગ્રસ્ત સ્વામીઓએ 108 તેમજ સરકારી હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ હોવાથી ત્યાં જવાનું ટાળી સારવાર માટે ખાનગી વાહન મારફતે જૂનાગઢ જતાં રહયાં હતાં. જયારે હરીભકતોને કેશોદ હોસ્પિટલે સારવાર આપી જૂનાગઢ રીફર કરાયાં હતાં.

ડિવાઇડર સાથે અથડાયેલી કાર 150 ફૂટ સુધી ઢસડાઇને ખાડામાં ખાબકી: 1નું મોત, 5 ને ઇજા
4 સિમેન્ટનાં પીઢીયાને તોડી વીજપોલનાં 3 કટકા
આ અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પરથી નીચે ઉતરી ગયા બાદ કાર 4 સિમેન્ટનાં પીઢીયાને તોડી વીજપોલ સાથે અથડાઇ જતાં પોલનાં 3 કટકા થઇ ગયા હતાં. તસ્વીર: પ્રવિણ કરંગીયા

જીવંત વીજવાયર કાર પર પડયા પરંતુ તારનું ખેંચાણ થવાથી થોડે દુરથી પાવર કટ થઇ જતાં વધુ જાનહાની ટળી હતી. કારમાં રહેલો સામાન અને આમંત્રણ પત્રિકાઓ વેરવિખેર હાલતમાં રસ્તા પર પડેલી જોવા મળી હતી.

જૂનાગઢ શાકોત્સવમાં હાજરી આપી જતાં હતા
વાસણા સ્વામીમંદિરનાં સંતો, હરીભકતો જૂનાગઢ શાકોત્સવમાં હાજરી આપી જૂનાગઢથી રાજુલા તથા ઊના શાકોત્સવમાં હાજરી આપવાનાં હતાં.

અન્ય સમાચારો પણ છે...