તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંથલીમાં 10 જાન્યુ.એ ગુજરાતનાં દિવ્યાંગોની રેલી, ધરણાંનો કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં વસતા 11.80 લાખ દિવ્યાંગોની દયનિય હાલત છે.આ દિવ્યાંગોની પણ કેટલીક માંગણીઓ છે. આ માંગણી સબબ દિવ્યાંગ અધિકાર મંચના નેજા હેઠળ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. જોકે તેમ છતાં સરકાર તરફથી કોઇ જવાબ ન મળતા દિવ્યાંગોને ફરી ફરીને આંદોલનાત્મક કાર્યક્રમો કરવા મજબૂર બનવું પડે છે.

આ અંગે દિવ્યાંગ અધિકાર મંચના જૂનાગઢ જિલ્લા પ્રમુખ રમેશભાઇ કોરાટે જણાવ્યું હતું કે 40 ટકા દિવ્યાંગતા ધરાવનારને પણ પેન્શન આપવા, પેન્શનની રકમ 5000 કરવા, આવાસ યોજનાનો લાભ આપવા, દિવ્યાંગોને શૌચાલય બનાવી આપવા, બીપીએલ વ્યાખ્યામાંથી મુકિત આપી અંત્યોદય યોજનામાં સમાવવા,દિવ્યાંગોને સરકારી અને ખાનગી સેકટરમાં નોકરી આપવા તેમજ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પ્રતિનિધીત્વ સહિતની અનેક માંગ છે. આ માંગ સબબ અગાઉ 350થી વધુ આવેદનો આપ્યા છે, 182 ધારાસભ્યોને પત્ર પાઠવ્યા છે, જૂનાગઢથી ગાંધીનગર પૈદલ યાત્રા કરી છે તેમ છતાં કોઇ નક્કર પરિણામ ન મળતા ફરી આંદોલનના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

દરમિયાન10 જાન્યુઆરીના વંથલીમાં ઘરણાં તેમજ રેલી યોજાશે. વંથલીના મેમણ પ્લાઝાથી મામલતદાર કચેરી સુધી સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધી રેલી અને ધરણાં કરવામાં આવશે જેમાં રાજ્યભરના દિવ્યાંગો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...