તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સણોસરા ગામે NSS ની શિબીર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજની રાષ્ટ્રીય સેવા યોજનાની શિબીર માણાવદર તાલુકાનાં સણોસરા ગામે યોજાઇ હતી. શિબીરનાં સમાપન દિવસે 150 ચકલીનાં માળા તથા 400 જેટલી કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાપન દિવસે ગામનાં સરપંચ હરસુખભાઇ વાછાણી, વિઠ્ઠલભાઇ બાથાણી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનાં ટ્રસ્ટી મોહનભાઇ પટેલનાં માર્ગદર્શનમાં ડો.વી.કે.આંકોલા, ડો.રેખાબેન ગુંજારીયા, ડો.દિનેશભાઇ દઢાણીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...