તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના શહેરમાં કોલેજના છાત્રો માટે એનસીસીની વાર્ષિક શિબીર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ગુપ્ત પ્રયાગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત એચ.એમ.વી આર્ટસ કોલેજ ઊનાનો એનસીસી યુનિટ 1 ભાઇઓનો વાર્ષિક શિબિર કેમ્પ સ્થાનિક સંચાલન સમિતિના ચેરમેન ડો.પુષ્પસેનભાઇ માપડીયા અને નિયામક નલિનીબેન ભટ્ટ તેમજ આચાર્યના માર્ગદર્શન હેઠળ નાળીયેલી મોલી ગામે તા.1 થી 7 જાન્યુના શિબિર યોજાયો હતો. આ શિબિર કાર્યક્રમ દરમિયાન ગ્રામ સફાઇ, જાહેર સ્થળોની સફાઇ, જન જાગૃતિ, બ્લડ ગૃપિંગની જરૂરીયાત, સર્વ રોગ નિદાન કેમ્પ, અંધશ્રધ્ધા નિવારણ, કુરિવાજોની નાબુદી, યોગ અને પ્રાણાયામ, ભીંતસૂત્રદ, વ્યાખ્યાન માળાઓ, શોષખાડાઅો જેવી શાળાની વિવિધ સ્પર્ધાઓ જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર છાત્રોને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું. અા શિબિર દરમિયાન મામલતદાર કોરડીયા, ટીડીઓ કલારા, તેમજ પદાધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તાલુકાપંચાયત પ્રમુખ ગીતાબેન દોમડીયા, જેસડીયા, ભાવેશભાઇ મેવાડા, શાર્દુલભાઇ વાઘ, ભાયાભાઇ આહીર, રતિભાઇ પાનસેરીયા, શાંતિભાઇ બરવાળીયા, બી.પી.રાઠોડ સહીત હાજર રહી કોલેજના કે.જે.વાળા, એચ.પી.ત્રિવેદીએ શિબિરની ભવ્ય રીતે કાર્યક્રમમાં જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવેલ હતો.

અન્ય સમાચારો પણ છે...