તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mendarda News Mentor39s Ritual Brahmins Donated Goddess To Workers On The Road 030220

મેંદરડાનાં કર્મકાંડી બ્રાહ્મણોએ રસ્તા પર સુતેલા શ્રમિકોને ગોદડાનું દાન કર્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણા પુરાણોમાં દાનને ભગવાનની ભક્તિથી પણ વિશેષ માનવામાં આવ્યુ છે અને તમામ જીવાત્માએ પોતાની શક્તિ મુજબ જરૂરિયાતમંદને દાન કરવુ જ જોઇએ. પરંતુ સમાજમાં એવી પણ માન્યતા પ્રવર્તે છે કે બ્રાહ્મણ દાન લઇ લે છે પરંતુ ક્યારેય દાન કરતા નથી આવી ગેરમાન્યતાને ખોટી સાબીત કરીને મેંદરડા પંથકના કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા રસ્તા પર સુતેલા ગરીબ શ્રમિકોને ગોદડાનું દાન આપીને તેઓને શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ આપીને સમાજને દાન કરવા માટેની એક નવી પ્રેરણા પુરી પાડી છે. આ માટે મેંદરડા તેમજ આસપાસનાં ગામોમાં રહેતા અને કર્મકાંડ કરી પોતાનું ગુજરાન ચલાવતા બ્રાહ્મણોને ત્યાંથી યથાશક્તિ ગોદડા એકત્ર કરવામાં આવ્યા હતા અને રસ્તા પર ઠંડીથી ઠુઠવાતા ગરીબ શ્રમિકોને આ ગોદડાઓ ઓઢાડી તેઓને ઠંડી સામે રક્ષણ પુરુ પાડવામાં આવ્યુ હતુ.

બે મિત્રોને આવેલો વિચાર સમાજે ઝીલી લીધો
મેંદરડામાં રહેતા ભાવિનભાઇ ભટ્ટ તેમજ નિરવભાઇ ભટ્ટ બન્ને યુવા કર્મકાંડી બ્રાહ્મણ છે તેઓને વિચાર આવ્યો કે બ્રાહ્મણોને શ્રાદ્ધ વિધીઓમાં ઓઢવાનાં ગોદડા દાનમાં આવે છે જે નકામા પડ્યા રહે છે તો આ ગોદડાનો સદ્ઉપયોગ થવો જોઇએ અને દાન સ્વરુપે આપવુ જોઇએ આ વાત બન્ને મિત્રોએ બધાને કરતા બધા કર્મકાંડી બ્રાહ્મણોએ પોતાને ત્યાંથી ગોદડા દાનમાં આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...