તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Visavadar News Mentada Thought In Satisfying My Satisfaction At The Visavadar Highway The People Are Angry 035727

મેંદરડા - વિસાવદર હાઇવેમાં થીગડા મારી સંતોષ માનતું તંત્ર, લોકોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં બની ગયેલા મેંદરડા- વિસાવદર સ્ટેટ હાઇવેનું નવિનીકરણ કરવાની તાતી જરૂરીયાત છે. 30 થી વધુ કિલોમીટર લંબાઇનો મેંદરડા- વિસાવદર સ્ટેટ હાઇવે 5 જિલ્લાને જોડતો અને સાસણ, સોમનાથ, દીવ જવા માટે અતિ મહત્વનો માર્ગ છે. સતત 24 કલાક વાહનોથી ધમધમતો રહેતો આ માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં બની ગયો છે. માર્ગ પર અવારનવાર અકસ્માતોનાં બનાવો પણ વધવા લાગ્યાં છે છતાં પણ તંત્રનાં પેટનું પાણી હલતું નથી. આ બાબતે અવારનવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામા આવી છતાં તેનું નવિનીકરણ કરવામાં આવતું નથી. હાલ અતી મહત્વનાં આ સ્ટેટ હાઇવે પર નવિનીકરણની જરૂરિયાત હોવા છતાં તંત્રએ અમુક જગ્યાએ થીંગડા મારી લાખોનો ખોટો ખર્ચ કરીને સરકારની તીજોરીને ખાલી કરી રહી છે. આથી આ માર્ગને વહેલી તકે નવિનીકરણ કરવા લોકોમાંથી માંગ પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...