Visavadar - latest visavadar news 040507

પીયાવાનાં ગ્રામજનોએ સહેલાણીઓ માટે કરી નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

Divyabhaskar.com | Updated - Nov 11, 2018, 04:05 AM

ધાર્મિક

  • Visavadar - latest visavadar news 040507
    જંગલનાં છેવાડે કાશિયા ચેકપોસ્ટ નજીક પીયાવા ગામે ગૌ શાળા આવેલી છે અને ગૌ શાળા માટે તેના સંચાલક અને ગ્રામજનો દ્વારા છેલ્લા બે વર્ષથી એક અનોખું સેવાકાર્ય કરાઇ રહ્યું છે. ગીરમાં આવતા પ્રવાસીઓ જે સાસણથી સતાધાર, વિસાવદર, ધારી તરફ જાય તેમને નિ:શુલ્ક ચા-નાસ્તો તેમજ ભોજન કરાવવામાં આવી રહ્યું છે અને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે.

    ચાર દિવસમાં 10 હજારથી વધુ પ્રવાસીઓએ લાભ લીધો હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ હતું. મહત્વની વાત તો એ છે કે, પ્રવાસીઓ પાસેથી એક પણ રૂપિયો ગાયો માટે ફાળો માંગવામાં આવતો નથી. પરંતુ પ્રવાસીઓ સ્વૈચ્છીક ગાયો માટે ફાળો પેટીમાં નાંખી રહ્યા છે અને બે લાખથી વધુ રૂપિયાની રકમ આવી હોવાનું જાણવા મળે છે.

    દિવાળી વેકેશનમાં ફરવાને બદલે સેવાકાર્ય

    સામાન્ય રીતે દિવાળીનાં વેકેશનમાં લોકો પોતાનાં વતનમાં જતા હોય છે અને વિવિધ જગ્યાએ ફરવા જતા હોય છે. પરંતુ પીયાવાનાં વતની એવા સુરત, રાજકોટ, અમદાવાદમાં રહેતા ગ્રામજનો દિવાળીનાં વેકેશનમાં વતનમાં આવી ફરવા જવાને બદલે પ્રવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ