• Veraval News - latest veraval news 041017

ડી-સોલ્ટમેન્ટ વાહનથી થશે ગટરની સફાઈ

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:10 AM IST
Veraval News - latest veraval news 041017
સોમનાથનાં વિસ્તારમાં ગટર સફાઇ માટે ડી-સોલ્ટમેન વાહન વસાવવામાં આવ્યું છે. સોમનાથની આસપાસનાં વિસ્તારોમાં આવેલી ગટરો છાશવારે ઉભરાતી હોય છે. કારણકે ગટર લાઇનમાં પથ્થરો, કાદવ-કીચડ તેમજ લોખંડનાં ટુકડાઓ ભરાઇ જતા હોય છે, જેમને દૂર કરવામાં ઘણો સમય નિકળી જતો હોય છે. પરંતુ હવે થોડા સમયમાં જ ગટરની સફાઇ થઇ જશે. કારણકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 7 લાખનાં ખર્ચે ડી-સોલ્ટમેન્ટ નામનું મશીન વસાવવામાં આવ્યું છે. જે બ્લોક થયેલી ગટર લાઇનને સાફ કરવામાં મદદરૂપ થશે અને રસ્તા પર ગટરનાં પાણી વહેતા બંધ થઇ જશે. આ સાધન હાઇડ્રોલીક પ્રેસરથી કચરો કાઢવાની કામગીરી કરશે.

મેઈન ગટરનાં ચેમ્બરનાં ઢાંકણા પાસે મશીનને ગોઠવીને બાદમાં હાઈડોલીક પ્રેસરથી મશીનનાં દાંતા ગટરની અંદર ઉતારી કચરો બહાર ખેંચીને સફાઈ કરવામાં આવશે. આમ ગટરની પુરે પુરી સફાઈ થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર જતાં વિવિધ વિસ્તારનાં રસ્તા પર પણ ક્યારેક ગટરનાં પાણી પહોંચી જતાં હોય છે. જેથી અહીંયા આવતા યાત્રિકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરી ગટરનાં પાણીનો નિકાલ કરવામાં આવે તે જરૂરી છે.

હાઈડ્રોલી પ્રેસરથી ગટરમાંથી કચરો બહાર કઢાશે. તસવીર-રાજેશ ભજગોતર

X
Veraval News - latest veraval news 041017
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી