• Veraval News - latest veraval news 041014

પ્રાંચી નજીક જેસીબી, રીક્ષા વચ્ચે ટક્કર, બાળકીનું મોત

મચ્છીયારા સમાજની મહિલાઓ વેરાવળ આવતી હતી ત્રણને ઇજા, વેરાવળ સારવારમાં ખસેડાયા

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:10 AM
Veraval News - latest veraval news 041014
વેરાવળ- ઊના રોડ પર જેસીબી અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ માસની બાળકીનું મોત થયું હતું. જયારે ત્રણને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયાં હતાં. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળનાં ઝાલેશ્વર વિસ્તારમાં રહેતા મચ્છીયારા સમાજની ચાર બહેનો છકડો રીક્ષામાં બેસી વેરાવળ તરફ આવી રહી હતી. એ સમયે પ્રાંચી ગામ પાસે રીક્ષા જેસીબી સાથે અથડાતાં હિના મહેમુદભાઇ (ઉ.વ.5 માસ)નું મોત થયંુ હતું. જયારે શેરબાનુ સદામ લુશાણી, રહેમતબેન હાજીભાઇ રાડીયા, શેરબાનુ અયુબભાઇ લુશાણીને ઇજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે વેરાવળની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અકસ્માતનાં બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
Veraval News - latest veraval news 041014
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App