Veraval News - latest veraval news 041010

નરસિંહ યુનિ.ની પરીક્ષામાં 3 દિ'માં 1017 છાત્રો ગેરહાજર

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 04:10 AM

ત્રીજા દિવસે 322 વિદ્યાર્થીઓ ગેરહાજર, અેક પણ કોપી કેસ નોંધાયો નહી

  • Veraval News - latest veraval news 041010
    જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજોમાં સ્નાતક કક્ષાની સેમેસ્ટર-1ની પરીક્ષા શરૂ કરવામાં આવી છે. જેમાં ત્રણ પેપર શાંતિપૂર્ણ રીતે પુરા થયા છે અને ત્રીજા દિવસે 322 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા સ્નાતક કક્ષાની પરીક્ષા શરૂ કરવામાં આવી છે.

    જેમાં અત્યાર સુધીમાં કુલ 1017 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે. યુનિવર્સિટી દ્વારા ચાલતી પરીક્ષામાં ગેરરીતી અને ચોરીનું દૂષણ ડામવા માટે યુનિવર્સિટી સ્કોડ અને સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે જો કે ત્રણ દિવસમાં એક પણ કોપી કેસ નોંધાયા નથી પરંતુ આજે વેરાવળની મહિલા કોલેજની ભૂલને કારણે જૂના કોર્ષના વિદ્યાર્થીઓને નવા કોર્ષનું પેપર આપી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

    યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ દિવસે 400, બીજા દિવસે 295 અને ત્રીજા દિવસે 322 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જોકે ભુતકાળમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અનેક પરીક્ષાઓમાં ગેરરિતી થયા હોવાનાં કિસ્સાઓ સામે આવ્યા હતા. પરીક્ષામાં ગેરહાજર છાત્રોની સંખ્યા વધુ જોવા મળી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ