Veraval News - latest veraval news 041003

અેફવાયબીકોમની છાત્રાઓએ પરીક્ષા આપી દીધા બાદ ખબર પડી કે નવા કોર્ષનું પેપર ભર્યુ’તું

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 04:10 AM

છબરડો | વેરાવળની મહિલા કોલેજમાં જુના કોર્ષને બદલે નવા કોર્ષનું પેપર પધરાવી દેવાયું હતું પરીક્ષા પૂર્ણ...

  • Veraval News - latest veraval news 041003
    એજ્યુકેશન રીપોર્ટર | વેરાવળ

    નરસિંહ મહેતા યુનિવર્સિટી અંતર્ગત આવતી કોલેજોની સ્નાતક કક્ષાની સેમેસ્ટર-1ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. જેમાં આજે ત્રીજા દિવસે 322 છાત્રા ગેરહાજર રહી હતી. જેમાં વેરાવળની મહિલા કોલેજમાં પેપર આપવામાં ભુલ સામે આવી છે. જૂના કોર્ષના 70 જેટલી વિદ્યાર્થીનીઓને નવા કોર્ષનું પેપર આપી દીધું હતું બાદ 70 વિદ્યાર્થીનીઓને પેપર પૂર્ણ થવાને માત્ર 5 મીનીટ રહેતા ખબર પડી કે, જૂના કોર્ષના બદલે નવા કોર્ષનું પેપર આપી દીધું છે. આ અંગે કોલેજના મેનેજમેન્ટને જાણ કરતા હાથ ઉંચા કરી દીધા હતા જેને લઇને વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ હોબાળો મચાવી આજના પેપરમાં એક પણ વિદ્યાર્થીનીને નાપાસ ન કરવાની માંગ કરી હતી.

    મેનેજમેન્ટે હાથ ઉંચા કરી દીધાનો આક્ષેપ

    વિદ્યાથીઓનું આજે જે પેપર હતુ તેના બદલે અલગ પેપર આપી દીધું. વિધાર્થીનીઓએ મેનેજમેન્ટને જાણ કરી હોવા છતા હાથ ઉંચા કરી દીધા હતા. કોલેજના મેનેજમેન્ટની ભૂલ હોવા છતા પણ કોઇ પણ જાતની લેખીત બાહેધરી અપવાનો ઇન્કાર કર્યો હતો. : નેહાબેન, વાલી

    એકપણ છાત્રાને નાપાસ ન કરવી જોઈએ

    70 જેટલી વિદ્યાર્થીનીઓને કોલેજના મેનેજમેન્ટની ભૂલને કારણે નવા કોર્ષનું પેપર ભરવું પડ્યું છે ત્યારે એક પણ વિદ્યાર્થીઓને નાપાસ ન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. : બારૈયા દક્ષા , છાત્રા

    જૂના કોર્ષમાં ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર

    મહીલા કોલેજમા 70 વધુ વિધાર્થીનીઓનુ ફાયનાન્સ એકાઉન્ટનુ પેપર હતુ પરંતુ નવા કોર્ષને બદલે જુના કોર્ષનુ પેપર આપી દીધું હતું. આ બાબતે વિધાર્થીનીઓએ કોલેજના મેનેજમેન્ટ ને વાત કરતા પણ કોઇ સંતોષકારક જવાબ મળ્યો નથી. : કાજલ વીજાણી, છાત્રા

    ભૂલ અંગે યુનિવર્સિટીને જાણ કરાઈ છે

    આ બાબતની ભૂલ મહીલા કોલેજની છે અને યુનિવર્સિટીને છે જાણ કરવામાં આવી છે હવે યુનિવર્સિટી જે નિણઁય લેશેે તેને માન્ય ગણાશે. : ડો. એમ.જે.બંધીયા, પ્રીન્સીપાલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ