• Veraval News - latest veraval news 040639

વેરાવળ બંદરે ગટર ન હોવાથી ગંદા પાણી રોડ પર, નારાજગી

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:06 AM IST
Veraval News - latest veraval news 040639
વેરાવળ શહેરમાં ગટરની સફાઇનાં અભાવે ગંદા પાણી રસ્તા પર વહેતા જોવા મળતા હોય છે. બંદરમાં પણ આ સ્થિતી જોવા મળી રહી છે. છતાં તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાય નથી. વેરાવળ બંદર કરોડોની કમાણી કરી આપે છે. પરંતુ વિકાસ રૂંધાઇ રહ્યો છે. તેમજ બંદરમાં ગટરનાં પાણીનાં નિકાલની કોઇ જ વ્યવસ્થા ન હોવાથી ગંદા પાણી રસ્તા પર વહી રહ્યાં છે. જેથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. આ ઉપરાંત નિયમીત સફાઇ ન થતી હોવાથી ઠેર-ઠેર ગંદકીનાં ગંજ જોવા મળી રહ્યાં છે. તંત્ર દ્વારા વહેલી તકે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

X
Veraval News - latest veraval news 040639
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી