• Veraval - latest veraval news 040216

સોમનાથનાં ત્રિવેણી સંગમમાં ડુબી જતાં ભચાઉનાં જંગી ગામનાં યુવાનનું મોત

તર્પણ વિધી બાદ ચાર સભ્યો નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા ભાઇબીજનાં દિવસે પરિવાર સાથે મૃતક સ્વજનનાં અસ્થિ...

DivyaBhaskar News Network | Updated - Nov 11, 2018, 04:02 AM
Veraval - latest veraval news 040216
ભચાઉ તાલુકાનાં જંગી ગામે રહેતો એક આહિર પરિવાર મૃતક સ્વજનનાં અસ્થિ વિસર્જન વિધી માટે ભાઇબીજનાં દિવસે સોમનાથનાં ત્રિવેણી સંગમ ખાતે આવ્યો હતો અને બપોરનાં 11 વાગ્યાનાં સમયે વિધી પૂર્ણ થયા બાદ પરિવારનાં ચાર સભ્યો નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને એ સમયે બે યુવાન નદીનાં પાણીમાં ગરક થવા લાગ્યા હતા. જયારે એકને તુરંત બચાવી લેવાયો હતો. પરંતુ ઋષિ બબાભાઇ ડાંગર (ઉ.વ.20) નામનાં યુવાનનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી અહીં હોડી ચલાવતા મહેશગીરી ગોસ્વામીનાં ભાઇ પ્રકાશગીરીને જાણ થતાં તેમણે અન્ય યુવાનોને સાથે રાખી આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી અને 40 મિનીટ બાદ 20 ફુટ ઉંડા પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા અને ભાઇબીજનાં દિવસે જ બહેનની નજર સામે જ ભાઇનું મોત થતાં કરૂણાંતિકા સર્જાઇ હતી.

X
Veraval - latest veraval news 040216
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App