તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Keshod News Khodhka Patiala Trials Of President Tenders Tend To Known Contractors 025526

કેશોદ પાલિકાનાં સતાધીશોની વ્હાલા-દવલાની નિતી : જાણીતા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપી દે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે માસ વિતી ગયા છતાં પાંચ કરોડની ગ્રાન્ટનાં ટેન્ડર હજુ ખોલવામાં ન આવતાં પાલિકા જાણિતા કોન્ટ્રાકટરને ટેન્ડર આપી દેતું હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો. કેશોદ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે ડામર તેમજ સિમેન્ટના રોડ બનાવવા 5 કરોડની ગ્રાંટના કોન્ટ્રાક્ટ માટેના ટેન્ડર તા.9 નવે. સુધીમાં ખોલવાના હતા. જે બે મહિના થયા છતાં ખોલવાની પ્રક્રિયા હાથ ન ધરાંતા કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઇ પાચાણીએ આક્ષેપ કરી કહ્યું કે પાલિકા સત્તાધીશો વ્હાલા દવલાની નિતી રાખી જાણીતાને કોન્ટ્રાક્ટ આપવા પ્રેરવી કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે પાલિકા સત્તાધીશો અન્ય ચીફ ઓફિસરને લાવી પોતાના મળતાવડિયાઓને કોન્ટ્રાક્ટ આપી પોતાનું ધાર્યું કરી મોટા ભ્રષ્ટાચાર થશે તેવા આક્ષેપો કર્યા હતાં. પરંતુ પાલિકા પ્રમુખે હવે ઓનલાઇન ટેન્ડર ખોલવાની પ્રક્રિયાના કારણે આ વાતને પાયા વિહોણી ગણાવી હતી.

ફિઝીકલ ખરાઇ બાદ કાર્યવાહી હાથ ધરાશે
આ અંગે કેશોદ ચીફ ઓફીસર પી.એ. ચાવડા સાથે વાતચિત કરવામાં આવતા તેઓએ ટેકનીકલ ટેન્ડર ખુલી ગયા છે પરંતુ ફિઝીકલ ખરાઇ બાકી છે જે કાર્યવાહી જલ્દીથી હાથ ધરાશે તેમજ જણાવ્યું હતું.

શું કહે છે પાલિકા પ્રમુખ?
કેશોદ પાલિકા પ્રમુખ યોગેશભાઇ સાવલિયાએ જણાવ્યું કે હવે આેનલાઇન પ્રક્રિયા છે તેથી ખોટું થશે નહી. અને તમામ કાગળો પુરા કરનાર પાત્રતા ધરાવનારને જ ટેન્ડર આપવામાં આવશે. ડામર રોડમાં 1 ટેન્ડર હતું તેથી નિયમ મુજબ કેન્સલ થયું. જયારે સિમેન્ટ રોડમાં 6 ટેન્ડરો હતા જેને હજુ ન ખોલાતા કારણ જણાવ્યા વગર આ ટેન્ડર ટુંક સમયમાં ખોલવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...