તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદને તુવેર ખરીદ કેન્દ્ર મળ્યું, ખેડૂતોને ધક્કો બચ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા તુવેરની ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કેશોદ પંથકના ખેડૂતોને અન્યાય કરાતો હોય તેમ કેશોદમાં કેન્દ્રની ફાળવણી કરવામાં આવી ન હતી. જેથી ભારે રોષ જોવા મળી રહ્યો હતો. બાદમાં ખેડૂત આગેવાનોએ ઉગ્ર રજુઆત કરતા સરકારે અહીં કેન્દ્ર ફાળવવું પડ્યું છે. કેશોદ પંથકના ખેડૂતોએ આ વર્ષ મોટા પ્રમાણમાં તુવેરના પાકનું વાવેતર કર્યું હતું. અને તે મુજબ ઉત્પાદન પણ સારૂ થયું છે. એ સમયે જ સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો હતો. પણ નવાઈ ની વાત તો એ હતી કે કેશોદ ને કેન્દ્ર ફાળવવામાં બાકાત રખાયું હતું. જેથી ખેડૂતોને સરેરાશ 50 કીમી દૂર જૂનાગઢ, માણાવદર, વિસાવદર ઓનલાઇન નોંધણી કરાવવા જવું પડ્યું હતું. અને જયારે તોલ સમયે પણ વાહનો લઇને જવાનો વારો આવત જેથી કાનભાઈ વિરડા, મગનભાઈ અઘેરા સહિતનાએ મામલતદાર સહિતને આવેદન આપ્યું હતું. અંતે ખેડૂતોનું આ આંદોલન સફળ રહ્યું છે. અને કેશોદને તુવેર ખરીદ કેન્દ્ર અપાયું છે. જેથી ધરતીપુત્રોને હવે 50 કીમી દૂર નહીં જવું પડે.

અન્ય કેન્દ્રોમાં નોંધણી કરાવી તેમનું શું?
મોટા ભાગના ખેડૂતોએ જૂનાગઢ,માણાવદર,વિસાવદર ઓનલાઈન નોંધણી કરાવી છે.તો નવા ફાળવેલા કેન્દ્ર પર તેમની તુવેરનો તોલ થશે કે કેમ તે વાત ને લઇ ખેડૂતો મુંઝવણ માં મુકાય ગયા છે.

બે દિવસ પછી નોંધણી થાય એવી શક્યતા
આ અંગે જાણવા મળતી વિગત કેશોદ યાર્ડ ખાતે માત્ર ટેલિફોનિક સૂચના મળી છે.અને રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે એ 2 દિવસ બાદ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...