તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્ણાટકની સીંગદાણા પેઢી સામે વધુ એક છેતરપીંડી કેસનો ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાં 13 થી વધુ વેપારીઓને કર્ણાટકની સીંગદાણાની પેઢીએ ધુંબો માર્યા બાદ ખોરાસાનાં 3 વેપારી પણ છેતરાયાં હોય ચોરવાડ પોલીસમાં 15.91 લાખથી વધુની રકમ ન ચુકવી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ છેતરીપીંડીનો આંક 4 કરોડને આંબતો હોવાનું જાણવા મળે છે.

ખોરાસા ગામનાં વિરલભાઇ ધનજીભાઇ હિંશુ અને વિનોદરાય રાજમોતી ઇન્ડ્રસ્ટ્રીઝ તથા દલાલ દિલીપભાઇને વિશ્વાસમાં લઇ કર્ણાટકની ચિત્રદુર્ગા ગામની કોકો પ્રોડટકસ નામની પેઢીનાં અતુલ અનંદ ધારધેએ 23,500 કિલોગ્રામ સીંગદાણા મંગાવી બાદમાં તેનું કુલ પેમેન્ટ રૂ.15,91,537 નહીં ચુકવીને વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હતી. ફરિયાદો નોંધાયા બાદ વધુ એક ફરિયાદ ચોરવાડ પોલીસમાં નોંધાતા પીએસઆઇ ડોડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...