તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Veraval News In The Summer Celebration Of The District Level Republican Celebrations Of Gir Somnath Preparations Have Begun 043116

ગીર-સોમનાથ જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊનામાં, તૈયારીઓ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની 26 જાન્યુઆરીનાં ઊના શાહ એચ.ડી.હાઈસ્કુલનાં મેદાનમાં ઉજવણી કરવામાં આવશે. કલેકટર અજયપ્રકાશનાં અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. તેમજ પ્રાંત અધિકારી ઊના, તાલુકા વહિવટીતંત્ર ઊનાનાં અધિકારીઓને તૈયારીઓ કરવા સૂચનાઓ અપાયા હતા.આ ઉજવણીને લઈ શહેરમાં સફાઈ, રોશની, પ્રભાત ફેરી, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેબ્લો, પ્રદર્શન સ્ટોલ તેમજ ઈનામ વિતરણ માટે અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી હતી. આ પ્રસંગે અધિક કલેકટર એચ.આર.મોદી, નાયબ કલકેટર ભાવનાબા ઝાલા, ઊના પ્રાંત અધિકારી પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક સંજય મોદી, જિલ્લા પૂરવઠા અધિકારી શિતલબેન પટેલ, જિલ્લા આંકડા અધિકારી રાણા અને તમામ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...