તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Maliya Hatina News Free Neetrani Neetridge Camp Will Be Held On 14th January In Kukswara 032028

કુકસવાડામાં 14મી જાન્યુઆરીનાં ફ્રી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયા | સદગુરૂ સદન ટ્રસ્ટ અને રાજકોટ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા 14મી જાન્યુઆરીનાં 9:30 થી 12:30 કલાકે માળિયાહાટીનાનાં કુકસવાડા ગામે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જેમાં આંખનાં રોગોનું નિદાન, જરૂરિયાતવાળા મોતીયાનાં દર્દીઓને ઓપરેશન, રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા પણ વિનામુલ્યે આપવામાં આવશે. મોતીયાનાં દર્દીઓએ માથુ ધોઈને,સ્વચ્છ કપડા, એક જોડી કપડા સાથે લાવવાનાં રહેશે. તેમજ પોતાના અથવા આજુબાજુનાં ફોન નંબર રાખવા, આધારકાર્ડ,રેશનીંગ કાર્ડ સાથે લાવવું ફરજીયાત છે. ઓપરેશન બાદ બીજા દિવસે રજા આપવામાં આવશે.કેમ્પનો લાભ લેવા માંગતા દર્દીઓએ કિર્તિ મહેતા, નિલેશ વ્યારા, નયન ઠક્કરનો સંપર્ક કરવો.આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવતા નથી તે ધ્યાને લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...