તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Manavadar News Former President Of Manavdar Municipal Corporation Recovery Receipt Of Rs 1296 Lakh 032033

માણાવદર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખને રૂ. 12.96 લાખની રીકવરી ભરવા હુકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરમાં ગટરની કામગીરી બાદ રોડનું લેવલીંગ કામ કરવાનાં ખર્ચ મામલે પાલિકાનાં પ્રાદેશિક નિયામક સમક્ષ પ્રમુખ પાસેથી રીકવરીની માંગ સાથેની અરજી થઇ હતી. જેના અનુસંધાને પૂર્વ પ્રમુખ પાસેથી 12.96 લાખની રિકવરી કરવાનો હુકમ કર્યો હતો.

માણાવદર નગરપાલિકામાં વર્ષ 2015 માં ભાજપનાં દિનેશભાઇ ભાલોડિયા પ્રમુખ હતા એ વખતે ભૂગર્ભ ગટરની કામગિરી થઇ હતી. જેમાં કામ થયા બાદ રોડનું લેવલીંગ કોન્ટ્રાક્ટરે ન કર્યાની અરજી દેવજીભાઇ ઝાટકીયા નામની વ્યક્તિએ પ્રાદેશિક નિયામકને કરી હતી. જેમાં પ્રમુખ પાસેથી રીકવરી કરવાની માંગણી પણ કરી હતી. એ દરમિયાન જોકે વર્ષ 2015-16 ના ઓડિટ રીપોર્ટમાં કોન્ટ્રાક્ટરને ઓવર પેમેન્ટ થયાની રીમાર્ક આવી. જેને લીધે આખો કેસ બદલી ગયો હતો. અને બાદમાં નિયામકે ઓવરપેમેન્ટની રૂ. 12.96 લાખની રીકવરી તત્કાલિન પાલિકા પ્રમુખ દિનેશભાઇ કાલરીયા પાસેથી વસુલવી એવો હુકમ કર્યો હતો.

હાર્ડ મોરમના રોડને લીધે ડીફરન્સ વધુ આવ્યો
હુસેનભાઇ દલે જણાવ્યું હતું કે, અમે હાર્ડ મોરમનાં રોડ બનાવ્યા એટલે તેના પરિવહનનાં ભાવ વધી ગયા. જોકે, એ ભાવ અગાઉ જેના મંજૂર થયા હતા તેનેજ ચૂકવાયા હતા. અને અોવર પેમેન્ટ હોય તો તેને કોન્ટ્રાક્ટર પાસેથીજ વસુલ કરવાનું થાય. તેને બદલે પ્રમુખ પર બધી જવાબદારી નાંખી ન શકાય. વળી રીસર્ફેસીંગની ગ્રાન્ટ તો સરકારમાંથીજ આવી હતી.

શું કહે છે ભાજપ અગ્રણી ?
પેમેન્ટ કરવાનો ઠરાવ જનરલ બોર્ડનાં સભ્યોની સંમતિથી થયો હતો. જવાબદારી નક્કી થાય તો જનરલ બોર્ડની સંયુક્ત નક્કી થાય. વળી ચેકમાં ચીફ ઓફિસરની સહી હોય. અને તે ધારે તો પેમેન્ટ રોકી પણ શકે. તેને બદલે ફક્ત પ્રમુખ પાસેથી રૂ. 12.96 લાખ વસુલવાનો હુકમ કરી અન્યાય કર્યો છે. આની સામે અમે જિલ્લા કોર્ટમાં જઇ ફરીથી તપાસની માંગણી કરવાનાં છીએ. - હુસેનભાઇ દલ, જિલ્લા ભાજપ અગ્રણી

અન્ય સમાચારો પણ છે...