તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kodinar News Five Service Centers And Medical Camps Were Held In The Village Of Pilwa 031540

પાંચ પીપળવા ગામે સેવા સેતુ કાર્યક્રમ અને મેડિકલ કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોળાસા | કોડીનાર તાલુકાનાં પાંચ પીપળવા ગામે સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, મતદાર કાર્ડ, રેશનકાર્ડ, આરોગ્ય કાર્ડ, જાતિના દાખલા, આવકના દાખલા સહિતને લગતી કામગીરીનો 1100થી વધુ લોકોએ લાભ લીધો હતો.તેમજ તાલુકા કોઓપ બેંક લી.ની મોબાઈલ વાનનું બેંકનાં ચેરમેન અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પી.એસ.ડોડીયાએ લોકાપર્ણ કર્યું હતું. આ વાન ગામોમાં ફરશે અને એટીએમનો થાપણદારો લાભ લઈ શકશે. જ્યારે સર્વરોગ નિદાન કેમ્પમાં કોડીનારનાં સરકારી દવાખાનાં કર્મચારીઓ દ્વારા 200થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્કલ ઓફિસર હરી ડોડીયા, ટીડીઓ પરમાર, તા.પં. ઉપપ્રમુખ બાબુ સોલેકી, તા.પં.નાં સદસ્ય સુરસિંહ ડોડીયા, આરોગ્યનાં પઢીયાર, સરપંચ વાલીબેન,ઉપસરપંચ અશ્વિન વાળા, આચાર્ય મનુ વાળા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...