તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Keshod News Exemption From Toll Tax To The Drivers Of Keshod Diocese Merchant Circle 031153

કેશોદ પંથકનાં વાહન ચાલકોને ટોલ- ટેક્સમાંથી મુક્તિ આપો : વેપારી મંડળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીના ગાદોઈ ટોલનાકા પર 20 કિમીની ત્રિજ્યામાં આવતા ખાનગી વાહન ચાલકો પાસેથી તગડો ટોલ વસુલવામાં આવી રહ્યો હોય જેમની સામે કેશોદ વેપારી મંડળે વિરોધ નોંધાવ્યો છે.

તાજેતરમાં જ મળેલી બેઠકમાં ટોલટેક્સ નાબૂદ કરવાની માંગ કરાઈ હતી.અને નેશનલ હાઇવે ઓથોરિટી ,ડે કલેક્ટરને સહિતને આવેદન અપાયું હતું.અને કેશોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખાનગી વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી અને જો 8 દિવસમાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વેપારી મહામંડળ દ્વારા ધરણાં યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે,કે હજુ ફોરટ્રેક પર પુલ,સર્વિસ રોડના કામ અધૂરા હોવા છતાં ટોલટેક્સ વસુલ કરવામાં આવી રહ્યો છે.જેથી વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

1 મહિને પણ સ્ટ્રીટ લાઈટ શરૂ ન થઇ
માણેકવાડામાં ફોરટ્રેકના બ્રિજ નીચે 8 મહિના પહેલા કોઈ મોટું વાહન અચાનક જ પસાર થતા બે લેમ્પ તૂટી ગયા હતા. બાદમાં રજુઆત કરવા છતાં આજદિન સુધી લાઈટ ન નખાતા અકસ્માતના બનાવો બની રહ્યા છે. તસવીર-પ્રવિણ કરંગીયા

સર્વીસ રોડ રીપેર જ ન થયો
માણેકવાડામાં માલબાપા મંદિરનો સર્વિસ રોડ નવો તો ન જ બન્યો પણ જે વર્ષો જૂનો છે. તેમના પર ગાબડાં પડી ગયા છે. છતાં આજદિન સુધી રીપેર પણ કરવામાં નથી આવ્યો.તો શું આ રોડ કાગળ પર તો નથી બની ગયો ને તેવા સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...