તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Una News Due To The Sbi Accounts At Dalwada Village The Rioters Took Away Rs 210 Lakh 041005

દેલવાડા ગામે એસબીઆઇના ખાતામાંથી ગઠીયાઓએ રૂ.2.10 લાખ ઉપાડી લીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાં દેલવાડામાં રહેતા અને દેલવાડા એસબીઆઇમાં ખાતું ધરાવતો યુવાન પૈસાની જરૂર પડતાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયો. પૈસા ન ઉપડતાં તેણે બેંકનો સંપર્ક સાધતાં રૂપિયા 2.10 લાખ જેવી રકમ બારોબાર ઉપડી ગયાની જાણ થઇ હતી.

દેલવાડાનાં શ્યામનગરમાં રહેતા જયેશભાઇ બાબુભાઇ બાંભણીયાનું દેલવાડા એસબીઆઇમાં ખાતું છે. તેમણે પોતાના ખાતામાં રૂ. 2.10 લાખની રકમ જમા રાખી હતી. તેમને પૈસાની જરૂર પડતાં દેલવાડા એસબીઆઇના એટીએમમાં પૈસા ઉપાડવા પહોંચ્યા હતા. પરંતુ ખાતામાં એક રૂપિયોય ન હોવાની તેમને જાણ થઇ હતી. આથી તેમણે તાત્કાલિક બેંકનાં કર્મચારીને જાણ કરી હતી. બેંક કર્મચારીએ તપાસ કરતાં તા. 2 થી 4 જાન્યુ. દરમ્યાન તેમના ખાતામાંથી રૂ. 2.10 જેટલી રકમ કોઇ અજાણ્યા શખ્સો દ્વારા છેતરપીંડી કરી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...