તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mangrol News Drug Trafficking In The Country39s Liquor Harassment Junagadh Was Captured One Of The Eyes 032049

દુધની આડમાં દેશી દારૂની હેરાફેરી, જૂનાગઢનો શખ્સ ઝડપાયો, એક છૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ પંથકમાં દુધની આડમાં દેશી દારૂની થતી હેરાફેરી ખુલ્લી પડી છે. પોલીસે 250 લીટર દેશી દારૂ સાથે જૂનાગઢના એક શખ્સને ઝડપી લીધો છે. જયારે એક નાસી છુટયો છે.

ડીવાયએસપી રવી તેજાને મળેલી બાતમીને આધારે પીએસઆઈ આર.જે.રામ, એએસઆઈ એચ.કે.પાઠક, પો.કો.વિપુલભાઈ, માનસીંગભાઈ, દિનેશભાઇ સહિતના સ્ટાફે શેપાથી આરેણા તરફ જતા કાચા રસ્તે રવિવારે મધરાતે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા બે મોટરસાયકલની તલાશી લેતા એક બાઇક જીજે-03-બીજી-8782 માં લોખંડના એંગલમાં રાખેલા દુધના કેનમાંથી બુગીયામાં રહેલો 135 લીટર તેમજ બીજી બાઈક જીજે-11-એલઅેલ-9422 માંથી 115 લીટર દેશી દારૂ ઝડપી પાડયો હતો.

પોલીસે બંને બાઈક સહિત કુલ 40,300 ના મુદામાલ સાથે હીરાભાઈ જીવાભાઈ મોરી (ઉ.વ.19) રહે.પંચેશ્ર્વર, જુનાગઢની અટક કરી છે.

જયારે દેશી દારૂના નેટવર્કને ભેદવા નાસી છૂટેલા આરોપી કરશનભાઇ ભુરાભાઈ મોરીને ઝડપી લેવા આગળની તજવીજ હાથ ધરી છે. તસવીર-વિવેક મહેર

અન્ય સમાચારો પણ છે...