તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુલસીશ્યામ રેંજમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તુલસીશ્યામ રેન્જના રેવન્યુ વિસ્તાર માત્ર 3 દિવસના ટૂંકાગાળામાં બે દીપડાના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ બે દિવસ પહેલા નાના વિસાવદરના રેવન્યુ વિસ્તારમાંથી એક 5 થી 9 વર્ષના દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આજે ફરી રબારીકા રાઉન્ડના સાળવા રેવન્યુ વિસ્તારમાં આવેલ ખડીયા ગૌચર વિસ્તારમાં 3 થી 4 વર્ષના નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગને ઘટનાની જાણ થતાં સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. અને દીપડાના મૃતદેહને કબજે લીધો હતો. દીપડાના માથા તેમજ ગળાના ભાગે દાંત અને નખના નિશાન મળી આવ્યા હતા.

બાદ માં આ વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વનવિભાગ દ્વારા દીપડાના મૃતદેહની આજુબાજુમાં સિંહ કે સિંહણના પંજાના નિશાન મળી આવ્યા હતા. આ દીપડાનું મોત પણ ઇનફાઇટમાં થયું હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. આ દીપડાનું ખાંભા ખાતે આવેલ રેન્જ કચેરી ખાતે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારે પેનલ પીએમ કરનારા ડોક્ટર દ્વારા પણ વનવિભાગના સ્ટાફને ઇનફાઇટમાં દીપડાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...