તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેબીનમાંથી ચશ્મા, હેલ્મેટ, રોકડની ચોરી કરનાર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં બાયપાસ સોમનાથ ચોકડી પર આવેલી એક કેબીનમાંથી ચશ્મા, હેલ્મેટ અને રોકડની ચોરી કરનારને પોલીસે ઝડપી લીધો હતો. જયારે બીજો શખ્સ નાસી ગયો હતો.

પ્રભાસપાટણ પોલીસ સ્ટાફે મધરાતે પેટ્રોલીંગ દરમિયાન બાયપાસ સોમનાથ ચોકડી પર હિરણ નદી રોડ પર આવેલી કેબીનનાં નકુચા તોડી ચશ્મા, હેલ્મેટ અને રોકડ સહિતની 7250ની માલમત્તાની ચોરી કરનાર વેરાવળનાં અમર દિનેશ વાઘેર નામનાં શખ્સને ઝડપી લીધો હતો. જયારે પોલીસને ચકમો આપી ટીનુ દેવીપુજક નામનો શખ્સ નાસી ગયો હતો. આ બનાવમાં પોલીસે કેબીન માલિક લાલસીંગ ચેનસીંગ ટાંકની ફરિયાદ આધારે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી નાસી છુટેલા ટીનુને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...