તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસાવદર યાર્ડની તમામ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલ વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર યાર્ડની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલો ખાતું સુદ્ધાં ખોલાવી શકી નહોતી.

વિસાવદર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ગત તા. 9 જાન્યુ. 2019 નાં રોજ યોજાઇ હતી. જેનું પરિણામ આજે જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની આગેવાનીમાં અને કોંગ્રેસ પ્રેરિત પેનલ ધારાસભ્ય હર્ષદ રીબડીયાની આગેવાનીમાં ચૂંટણી લડી રહી હતી. જેમાં ખેડૂત વિભાગની 8, વેપારી વિભાગની 4 અને ખરીદ-વેચાણ સંઘ વિભાગની 2 બેઠકો મળી કુલ 14 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં આજે પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલનાં તમામ ઉમેદવારો જીતી ગયા હતા.

જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલનું ધોવાણ થયું હતું. વિસાવદર તાલુકો હાલ કોંગ્રેસનો ગઢ ગણાય છે. કારણકે, અહીં ધારાસભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બેઠકો, નગરપાલિકા તમામ કોંગ્રેસ શાસિત છે. આમ સોરઠમાં કોંગ્રેસનાં ગઢમાં ગાબડું પડ્યું છે. એવામાં આ જીતને રાજકીય રીતે સુચક ગણાવાઇ રહી છે.

ભાજપ પ્રેરિત પેનલોનો વિજય થતા ઉત્સાહ જોવા મળ્યો. તસવીર-ભાસ્કર

ચૂંટાયેલા ડાયરેક્ટરો
- ખેડૂત વિભાગ : 1. વિરેન્દ્ર સાવલીયા (175 મત), 2. અમિત આંબલીયા (163 મત), 3. મનસુખ ડોબરીયા (173 મત), 4. રાધેલાલ કાવાણી (172 મત), 5. જેન્તીભાઇ ભુવા (165 મત), 6. અરવિંદ સાંગાણી (156 મત), 7. નવિન હપાણી (157 મત), 8. રમેશ કોટડિયા (153 મત)

- વેપારી વિભાગ : 1. ભાવેશ ડામસીયા (220 મત), 2. દિલીપ રંગાણી (216 મત), 3. મહેશ રાખોલીયા (216 મત), 4. કમલેશ રીબડીયા (237 મત)

- ખરીદ-વેચાણ સંઘ વિભાગ : 1. નરેન્દ્રસિંહ કોટીલા (74 મત), વિનુ હપાણી (71 મત)

અન્ય સમાચારો પણ છે...