તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Visavadar News Bhatvawadi Village Of Visavadar Found A Young Man39s Body From The Well Suspected Of Murder 041551

વિસાવદરનાં ભટ્ટવાવડી ગામે કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં ભટ્ટવાવડી ગામે એક કુવામાંથી શુક્રવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં હત્યાની આશંકા સેવાઇ રહી છે.

વિસાવદરનાં રહેવાસી અને એક માસ પહેલા જ એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા સુભાષભાઇ દયાશંકરભાઇ દવે ગત તા.4નાં રોજ ભટ્ટવાવડી ગામની સીમ વિસ્તારમાંથી કુવામાં પડી જતાં તેમની મૃત હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ કરતાં ગત તા.30 ડિસેમ્બરનાં તેમના મિત્ર વિજય જીવનભાઇ જોષી સાથે ભટ્ટવાવડી ગામે પ્રોગ્રામમાં જવાનું કહી નિકળી ગયાં બાદ પરત ન ફરતા તેમના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે યુવાનનાં મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરતા યુવાનનું મોટરસાયકલ કાલાવડ ગામેથી મળી આવેલ હતું. જોકે મૃતકનાં નાનાભાઇ અશ્વીનએ હત્યા કરાઇ હોવા અંગેની આશંકા વ્યક્ત કરી શંકાસ્પદ 3 થી 4 વ્યક્તિનાં નામ આપતા પોલીસે તે દિશામાં તપાસનાં ચક્રો ગતીમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...