તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભવનાથમાં રીક્ષામાંથી બેટરી, ટેપ અને વ્હીલની ચોરી થઇ ગઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભવનાથમાં એક રીક્ષામાંથી બેટરી, ટેપ અને વ્હીલની કોઇ ચોરી કરી ગયુ હતુ જયારે વેરાવળ સ્ટેશનેથી બાઇકની ઉઠાંતરી થઇ હતી.

જૂનાગઢનાં ભવનાથમાં દામોદરકુંડ સામે રહેતા અમર વિનોદરાય જોષીએ પોતાની રીક્ષા પાર્ક કરી હતી. બાદ સવારે રીક્ષા ચાલુ કરવા જતાં રીક્ષા ચાલુ થઇ ન હતી. તપાસ કરતા રીક્ષામાંથી બેટરી કિ.રૂ.2 હજાર, એક વ્હીલ કિ.રૂ.800, ટેપ કિ.રૂ.200 મળી કુલ રૂ.3 હજારની કિંમતની કોઇ ચોરી કરી જતા પોલીસે ફરિયાદ નોંધી હતી. અન્ય એક બનાવમાં વેરાવળ તાલુકાનાં છાત્રોડા ગામે રહેતા દિવ્યેશભાઇ પરબતભાઇ બોરખતરીયા વડોદરામાં પ્રાઇવેટ નોકરી કરે છે

તેમને કામ સબબ રાજકોટ જવાનું હોય વેરાવળ રેલ્વે સ્ટેશન પાસે બાઇક નં.જીજે-11-એએન-4014 પાર્ક કર્યું હતું. રાજકોટથી આવી જોતા બાઇક નજરે ચઢયુ ન હતુ આસપાસનાં વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ બાઇક મળ્યું ન હતું. અંતે જૂનાગઢ રેલ્વે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...