તસવીરઃ મોદી ફક્ત બે જોડી કપડાં લઈને ગયા હતા અમેરિકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 10X12 ઇન્ચની બેગમાં 2 જોડી કપડાં લઇ મોદી અમેરિકા ગયા હતા
- મોદીએ પન્ના ભાભીને કહ્યું, મારા કપડાં રોજ ધોવાઇ જાય એવી વ્યવસ્થા કરી આપજો બસ
- મોદી અને ડો. મુરલીમનોહર જોષી 1993માં શિકાગોના પ્રવાસે ગયા હતા

આ વાત ત્યારની છે જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહોતા, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા, તેઓ ફક્ત સંઘના પ્રચારક હતા. એ જમાનામાં મોદી પાસે કોઇ મોટો હોદો ભલે નહોતો છતાં પણ તેમની પ્રતિભાથી લોકો અંજાઇ જતા હતા. તેમની સાદગી અને વાણી વ્યવહારની એકરૂપતા જોઇ લોકો એમના મુરીદ થઇ જતા. આ વાત છે 1990ના દાયકાની.

1990 પછી વર્ષો વીતી ગયા આજે 2014 છે અને ગુજરાત વિધાનસભામાં આનંદીબેનની ઐતિહાસિક શપથ વિધી યોજાઇ છે. આનંદીબેન પટેલના શપથ ગ્રહણ સમારોહમાં વીવીઆઇપી એરિયાની પ્રથમ હરોળમાં એક દંપતી બેઠું હતું. સ્ટેજ પર બેઠેલા નરેન્દ્ર મોદીની નજર આ બન્ને પર પડે છે કે તરત જ બન્ને તરફથી આંખો આંખોના ઇશારામાં શિષ્ટાચારની આપ-લે થઇ જાય છે. આ ડોક્ટર દંપતી છે મિસ્ટર એન્ડ મિસિસ ડો. બારાઇ. આઇકે જાડેજા, પરસોત્તમ રૂપાલા, કેશુભાઇ પટેલ અને જયનારાયણ વ્યાસ જેવા મહાનુભાવોની વચ્ચે પ્રથમ હરોળમાં બેસેલા આ દંપતીને જોઇ ભાજપના અન્ય તેના અને કાર્યકર્તાઓ મનોમન વિચારી રહ્યા છે કે વીવીઆઇપીઝ ના વચ્ચે બેઠેલા આ બંને કોણે છે.

મૂળ મુંબઇના અને અત્યારે શિકાગોમાં રહેતા મિસ્ટર એન્ડ મિસિસ બારાઇને મોટાભાગના લોકો ભલે ન ઓળખતા હોય પરંતુ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત મુરલી મનોહર જોષી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, લાલકૃષ્ણ અડવાણી, સુબ્રમણ્યમ સ્વામી અને પ્રકાશ જાવડેકરથી માંડીને છેક સાધ્વી રૂતંભરા સુધી ભાજપના પ્રથમ હરોડના તમામે તમામ નેતાઓ ખૂબ સારી રીતે ઓળખે છે. આ પાકમપાકી ઓળખાણનું કારણ એ છે કે, ભારતમાં બીજેપી અને સંઘના નેતાઓનો એડ્રેસ ગમે તે હોય પરંતુ આ નેતાઓ અમેરિકાના પ્રવાસે ગયા હોય તો એમનો એક માત્ર એડ્રેસ હોય છે. ડોક્ટર બારાઇ હાઉસ, શિકાગો. સંધ અને બીજેપીના નેતાઓ જ્યારે પણ શિકાગોની મુલાકાતે જાય છે ત્યારે તેઓ ડો, ભરત અને પન્ના બારાઇના ઘરે ધામા નાંખતા હોય છે. ભરત બારાઈએ કહ્યુ હતુ કે જ્યારે એર ઈન્ડિયાની ભારતથી શિકાગોની પ્રથમ સીધી ફ્લાઈટ શરૂ થઈ ત્યારે એ ફ્લાઈટમાં ભારતમાંથી 40 સાંસદો શિકાગો આવ્યા હતા. શિકાગોથી વસતા ગુજરાતીઓને સાથે રાખીને અમે તેમનું સ્વાગત કર્યું હતું. શિકાગોમાં 2.60 લાખ ભારતીયો રહે છે જેમાંથી દોઢ લાખ જેટલા ગુજરાતીઓ છે. અમેરિકાની વાત કરો તો 31 લાખ ભારતીયો છે જેમાં 17 લાખ ગુજરાતીઓ છે.

2014 લોકસભાનીમાં નરેન્દ્ર ભાઇ મોદી અને બીજેપીને સપોર્ટ કરવા માટે યુએસએ સહિત દુનિયાના વિવિધ દેશોથી 500થી વધુ એનઆરઆઇ ભારત આવ્યા છે. આ વિદેશી ભારતીયો સાથે ડોક્ટર પન્ના બારાઇ અને ભરત બારાઇ પણ ભારત આવ્યા છે. દિવ્યભાસ્કરડોટકોમ સાથે મિસ્ટર એન્ડ મિસિસ બારાઇએ મોદીની શિકાગો યાત્રાની રોચક વાતો શેર કરી હતી. મોદી અંગે વાત કરતા ડો, પન્ના બારાઇ આનંદીત થઇને કહે છે કે મોદીજી અમારા ઘરે ત્રણ દિવસ રોકાયા હતા. ડોક્ટર મુરલી મનોહર જોશી પણ તેમની સાથે હતા. વર્ષ 1992-93ની આ વાત છે. ત્યારે નરેન્દ્ર મોદી એટલા બધા ફેમસ નહોતા. એ સમયે કોઇએ સ્વપ્નેય વિચાર્યુ નહોતુ કે, મોદી મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બનશે.