નરેન્દ્ર મોદીના જીવનની તસવીરી સફર, ND થી નમો સુધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને આ પદ માટેના સૌથી મજબુત દાવેદાર નરેન્દ્ર મોદી આજે પ્રધાન મંત્રી પદના શપથ ગ્રહણ કરવાના છે. મોદીનો જીવન ઉતાર ચઢાવથી ભરેલો છે. હિમાલયના ઠંડા પવનો, આરએસએસના સંસ્કારો અને રાજકારણના દાવપેચો વચ્ચે પાકેલો આ ગુજરાતી આજે ભલભલા ધુરંધરોને હંફાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીના બાળપણનું હુલામણું નામ એન.ડી હતું અને આજે લોકો એમને મનોના નામે ઓળખે છે. તાજેતરમાંજ 'ગરવી ગુજરાતી ક્લબ' દ્વારા નરેન્દ્ર મોદી પર એક કોફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવી હતી. આ પુસ્તકમાં મોદીની રેર તસવીરો સાથે ઘણી રોચક માહિતી આપવામાં આવી છે.

નરેન્દ્ર મોદીની ગણતરી ભારતના સૌથી વધુ સ્ટાઇલિશ પ્રાઇમ મિનિસ્ટરમાં થશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હોય, પતંગ ઉત્સવ હોય, રણોત્સવ હોય કે પછી કાંકરીયા કાર્નિવલ કેમ ન હોય ગુજરાતના 13 વર્ષના શાસન દરમિયાન મોદી જુદા જુદા રૂપોમાં જનતાની સામે આવ્યા છે.