• Gujarati News
  • Selvas Alcohol The New Excise Policy For Millionaires

સેલવાસમાં એક્સાઈઝની નવી નીતિ કરોડપતિઓ માટે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસમાં એક્સાઈઝની નવી નીતિ કરોડપતિઓ માટે
હોલસેલનાં 36 લાયસન્સ રદ, છૂટક વેચાણ માટે પ્રથમ 500 રૂપિયા ફી થી વધી 10 હજાર થયા, હવે સીધા 15 લાખ
સેલવાસ: દાનહ પ્રશાસન દ્વારા વર્ષ 2015 -16 માટે ગઇકાલે બુધવારે નવી એક્સાઈઝ નીતિની જાહેરાત કરવામાં આવી હતી. જે ફક્ત કરોડપતિઓને લાભ આપનારી દેખાઈ રહી છે. આઝાદી બાદ પ્રદેશ પછાત વિસ્તાર જાહેર કરાયો હતો. જે તે સમયે મહુડાનો દારૂ બનાવવાની ડીસ્ટલરી સેલવાસ ખાતે શરૂ કરાઈ હતી. પ્રદેશની જુની લીકર એક્સાઈઝ નીતિ પ્રમાણે હોલસેલ લાઇસન્સ માટે રૂ.500 ફી હતી અને રીટેલ માટે રૂ.200 ફી રખાઈ હતી. ત્યારબાદ તેને વધારીને 2014માં રૂ.50 હજાર અને 30 હજાર કરાઈ હતી. કેટલાક રાજકીય વગ ધરાવતા લોકોને 3-4 જેટલા લાયસન્સ અપાયા બાદ પ્રશાસને સાધારણ વ્યક્તિ લીકરના ધંધામાં ન આવે એ ધ્યાનમાં રાખી પ્રશાસને સીધો અન્યાય દાનહના આદિવાસી જનતા સાથે કર્યો છે. જે હવે લીકર લાઈસન્સ ક્યારે નહિ લઇ શકે.

દાદરા અને નગર હવેલીમાં વર્ષ 2015-16 લીકર લાયસન્સના અરજદાર 25 જેટલા હતા. જેમાંથી રાજીકીય વગ ધરાવતા 3-4 વ્યકિતને જૂની નીતિ પ્રમાણે ફક્ત રૂ.10 હજાર ભરીને લીકર લાયસન્સનો લાભ અપાયો છે. આમ પ્રશાસને નવી નીતિમાં એકને ગોળ અને એકને ખોળની નીતિ અપનાવી છે. મળેલી માહિતી પ્રમાણે જ્યારે લીકર લાયસન્સની નવી નીતિનું અમલીકરણ કરવાનું હોય તેવા સમયે કમિટિ બનાવવા સલાહ સૂચનો લેવાના હોય છે જે થયું નહિ હોય એવી જાણકારી સુત્રો દ્વારા મળી છે. એલ 1 અને એલ 2 માં વાઈન શોપના લાયસન્સ માટે ઇન્ડિયન મેડ ફોરેન લીકર અને ઇન્ડિયન મેળ ફોરેન બીયર તેમજ ફોરેન મેડ ફોરેન બીયરના વેચાણ માટે રૂ.15લાખ ડીપોઝીટ આપવાની રહશે.

આ પોલીસીમાં એલ 5 અને એલ 6 બંનેમાં પણ 3 વિભાગ એ,બી અને સી એમ પાડવામાં આવ્યા છે અને જેમાં એ વિભાગમાં રૂ.5લાખ, બી વિભાગમાં આવતી હોટલો માટે રૂ.3 લાખ અને સી વિભાગમાં આવતી હોટલો માટે રૂ.1 લાખ કાયમી લાયસન્સ ફી રહેશે અને આ હોટલો 5 સ્ટારથી થ્રી સ્ટાર સુધી સમાવેશ કરવામાં આવ્યો છે. બીજીતરફ પ્રદેશનો સાધાર વ્યક્તિ લીકર લાયસન્સ માટે ક્યારે અરજી નકારી શકે એનું ધ્યાન હાલની નીતિમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.2014-15માં 27જેટલા લીકર લાયસન્સ માટે અરજી કરાઈ હતી. જેમાંથી 2-3 જેટલા વગ ધરાવતા લોકોને જૂની નીતિ પ્રમાણે લાયસન્સ અપાયા છે.

પ્રશાસને પ્રદેશમાં સાધાર લોકો આ ધંધામાં ન આવે એનું ધ્યાન રાખી ફીના રૂ.10 હજારના સીધા રૂ.15 લાખ ફી કરી દીધી છે એ યોગ્ય નથી. આ નીતિમાં કેટલાક લોકોને ફાયદો પહોંચાડવા જોગ્રોફિક નિયમ ઉમેરી દીધો છે. જોગ્રોફિક નિયમ પ્રમાણે એક વિસ્તારમાં એકથી વધુ લીકર લાયસન્સ અપાશે નહિ તો શું બીજી અન્ય જગ્યાએ લાયસન્સ લેનારાએ લાખો રૂપિયાની નવી દુકાન લેવાની ત્યારબાદ રૂ.15 લાખ લાઈસન્સના આપવાના નવાઇની વાત તો એ છે કે જોગ્રોફિક નિયમમાં બેસાડવા માટે ચીઠ્ઠી ઉછાળવાની રહેશે. મન ફાવે તેવા નિયમો બનાવી દેવાયા છે.