• Gujarati News
  • Safari Park Only Lioness Survivors Latest News Selvas

લાયન સફારીમાંથી સિંહની ગર્જના બંધ થઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( વાસોણામાં આવેલો સૂમસામ ભાસતો લાયન સફારી પાર્ક અને ત્યાં રહેતી બિમાર સિંહણ )

લાયન સફારીમાંથી સિંહની ગર્જના બંધ થઇ
દાનહના વાસોણા સફારી પાર્કમાં એકમાત્ર સિંહણ માંદગીમાં પટકાયેલી જોવા મળે છે

સેલવાસ: દાદારાનગર હવેલીના પર્યટન સ્થળ તરીકે જાણીતા વાસોણાના લાયન સફારી પાર્કમાં રાખવામાં આવેલી એક માત્ર સિંહણ ઘણા સમયથી બિમાર હાલતમાં હોવાથી સહેલાણીઓ હવે સફારી પાર્કની મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે.દાનહનું લાયન સફારી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પણ હાલ વાસોણા સ્થિત લાયન સફારી સિંહ ગર્જનાથી વંચિત થઇ રહ્યું છે. દાનહની મુલાકાતે આવતા પ્રવાસીઓ લાયન સફારી પહોંચી ફક્ત એક માંદી સોનાલ નામની સિંહણને જોઈ પરત ફરી રહ્યા છે. તો કેટલાક લોકો એક જ સિંહણ હોવાનું જાણી સફારીની મુલાકાત સુંદ્ધા લેવા માગતા નથી.

સફારીની મુલાકાતે આવતા લોકોને બસ દ્વારા લાયન સફારીમાં લઇ જવાય છે. વ્યક્તિ દીઠ ~25 ટીકીટ લેવાય છે. લાયન સફારી 2003ની સાલમાં શરૂ કરાયું હતું. ત્યારે 2 સિંહ અને 1 સિંહણને 50 એકરનો ફેલાવો ધરાવતા સફારીમાં રખાયા હતા. સિંહનું આયુષ્ય 15-20 વર્ષનું હોય છે. જેને ધ્યાનમાં રાખી 1 સિંહણ અને 2 સિંહ લવાયા હતા. જેમનો પરિવાર આગળ વધશે અને દાનહનાં લાયન સફારીમાં સિંહઓની સંખ્યા વધશે. પણ કોઇ કારણસર બંને સિંહના મોત થતા સોનલ (સિંહણ) એકલી થઇ ગઈ હતી. ત્યારબાદ 2007માં ફરીથી બીજા એક સિંહને લવાયો હતો. પણ લવાયેલો બીજો સિંહનું પણ કોઈ બીમારીના કારણે મોત થયુ હતું.

ગત પાંચ વર્ષથી સોનલ (સિંહણ) એકલવાયું જીવન જીવી રહી છે. વન અધિકારી કેન્દ્રને અને ગુજરાત સરકાર પાસે એશિયન લાયનની માંગ કરી રહ્યા છે. હાલ લાયન સફારીની સિંહણ સોનલ પણ ઘણા સમયથી બિમાર અવસ્થામાં જીવી રહી છે. સોનલને રોજ 8 કિલો માસ અપાય છે. તેમજ એની દેખરેખ માટે અવારનવાર ડોકટરોની ટીમ પણ આવતી રહે છે. લાયન સફારીમાં કુલ 5 લોકોનો સ્ટાફ છે. પ્રવાસીઓ લાયન સફારીની મુલાકાતે આવે છે પણ નારાજ થઇ પરત ફરી રહ્યા છે. સિંહણ સોનલની ગર્જના પણ હવે કેટલાક દિવસથી આસપાસનાં વિસ્તારોમાં સંભળાતી બંધ થઇ ગઈ છે. આ બિમાર સિંહણ પણ આગામી દિવસોમાં જો દમ તોડી દેશે તો વાસોણાનો આ લાયન સફારી પાર્કને પ્રશાસકે તાળા મારી દેવા પડશે.
સિંહોની સંખ્યા વધારવી જોઇએ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...