દમણમાં કચીગામની ફાર્મા કંપનીના કામદારોની હડતાળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( કામદારોને સાંભળી રહેલા સાંસદ લાલુભાઇ પટેલ )

દમણમાં કચીગામની ફાર્મા કંપનીના કામદારોની હડતાળ
સાંસદ લાલુ પટેલની કામદારોને ન્યાય અપાવવાની બાહેધરી
કોન્ટ્રાકટરો દ્વારા નિયમોથી ઓછું વેતન અપાતું હોવાથી ફરીયાદ
કંપનીના 500 થી 600 કામદારોએ સાંસદને રજૂઆત કરી


દમણ: દમણના કચીગામની એક કંપનીમાં વેતન વધારાને લઇ કામદારો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જેમણે સાંસદને ઘટતું કરવા માગ કરી હતી.દમણના કચીગામમાં આવેલી મેકલોડસ ફાર્માસ્યુટીકલ કંપનીના કામદાર વેતન વધારવાની માંગણીને લઇને હડતાળ પર ઉતર્યા છે. કંપનીના સેંકડો કામદારોએ કોન્ટ્રાકટરો દ્વારા તેમને નિયમોથી ઓછું વેતન અપાતું હોવાથી ફરીયાદ કરી છે. કંપનીના 500 થી 600 કામદારો આ ફરીયાદ સાથે ન્યાયની માંગણી કરવા પ્રદેશ સાંસદ લાલુભાઇ પટેલ પાસે પહોંચ્યા હતા. કામદારોએ તેમની સમસ્યાઓ સાંસદ સમક્ષ મૂકી ઘટતુ કરવાની માંગણી કરી છે.

સાંસદ લાલુ પટેલ આ વિશે કોન્ટ્રાકટરો, કંપની મેનેજમેન્ટ, શ્રમ અધિકારી અને પ્રદેશના પ્રશાસક સાથે વાતચીત કરી કામદારોને ન્યાય અપાવવાની બાહેધરી આપી હતી. આ કામદારોએ કંપનીના 6 કોન્ટ્રાકટરો શેખ, યાદવ, અરુણ, પીપલ, સંતોષ પાંડે અને આદિત્ય વિરૂધ્ધ ફરીયાદ કરી છે. આ ગરીબ કામદારોએ તેમને ઓછું વેતન મળવાથી તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં તફલીફ પડતી હોવાથી હડતાળ કરી ન્યાયની માંગણી કરી છે.