• Gujarati News
  • Mobile, Music Player And Alcohol Arrest In Daman Sub Jail

દમણની સબજેલમાંથી મોબાઇલ, મ્યુઝીક પ્લેયર અને દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( મોટી દમણમાં આવેલું દમણ પોલીસની સબ જેલનો મુખ્ય દરવાજો )

દમણની સબજેલમાંથી મોબાઇલ, મ્યુઝીક પ્લેયર અને દારૂ ઝડપાયો
દમણ પોલીસ અને કલેકટરે સંયુકત જેલમાં છાપો મારીને વાંધાજનક વસ્તુઓ કબ્જે લીધી છે
દમણની સબ જેલમાંથી દારૂ,મોબાઇલ,સીગરેટ, તમાકુ,રોકડા રૂપિયા મળ્યા
કેદીઓના આરામ અને મનોરંજનની તમામ વ્યવસ્થા જેલમાં ઉપલબ્ધ હતી
મનોરંજન માણવા માટે MP3 પ્લેયરની પણ સુવિધા જેલમાં આરોપીઓને મળે છે


દમણ: મોટી દમણની સબ જેલમાંથી કેદીઓને પીરસવામાં આવતા દારૂ, સીગરેટ, તમાકુ, મોબાઇલ ફોન, એમપીથ્રી પ્લયેર, રોકડા રૂપિયા મળી આવ્યા હતા. બહારથી જમવાનુ પણ મંગાવવામાં આવતું હતું . આ તમામ વસ્તુઓ જેલમાં કેદીઓના આરામ અને મનોરંજન માટે ઉપલબ્ધ હતું. આ ચોંકાવનારી વિગત ત્યારે બહાર આવી જ્યારે ગતરાત્રીના દમણ પોલીસ અને કલેકટરે અચાનક સંયુકત રીતે જેલમાં છાપો મારતા ઉપરોકત તમામ વસ્તુઓ મળી આવી હતી. સબ જેલના આઇજી કલેકટર પોતે હોવાથી હવે આ બાબતે તપાસ હાથ ધરી રિપોર્ટ બનાવીને ઉચ્ચ સ્તરે મોકલવામા આવશે.

દમણ પોલીસ વિભાગના એસપી ઇશ સિંઘલ દ્વારા રવિવારે પત્રકારોને માહિ‌તી આપતા જણાવ્યુ કે, મોટી દમણ ખાતે આવેલી સબ જેલ જેના આઇજી કલેકટર ગૌરવસિંગ રાજાવત છે. તેઓને ગુપ્ત માહિ‌તી મળી હતી કે, જેલની અંદર અનિયમિતતા થઇ રહી છે અને બહારથી વસ્તુઓ લાવીને કેદીઓને પીરસવામાં આવી રહી છે. જેલની અંદર ચાલતી ગેરકાયદે પ્રવુત્તિઓને રોકવા માટે કલેકટરના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવવામાં આવી હતી. ટીમમાં પોલીસ વિભાગના એસપી ઇશ સિંઘલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમે ગતરોજ રાત્રીના અચાનક જ જેલના પરિસરમાં પ્રવેશ કરીને રીતસર છાપો માર્યો હતો.

જેલની અંદર પ્રવેશ કરતા કેદીઓના આરામની તમામ સુવિધાઓ મળી આવી હતી તથા મનોરંજનના પણ તમામ ઉપકરણો મળી આવ્યા હતા.જેલની અંદર ખુલ્લેઆમ કેદીઓ માટે દારૂ, સીગરેટ, તમાકુ તથા બહારથી જમવાનુ મંગાવવામાં આવતું હતું. આ સાથે મંનોરજન માટે એક મોબાઇલ ફોન, ચાર્જર, એમપીથ્રી, મેમરી કાર્ડ વગેરે તમામ ઉપકરણો મળી આવ્યા હતા.કલેકટરે તમામ વસ્તુઓને કબ્જે લઇને આગળની તપાસ હાથ ધરી છે. કલેકટર દ્વારા રિપોર્ટ બનાવી ઉચ્ચ સ્તરીય મોકલાવીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું એસપી ઇશ સિંઘલે જણાવ્યું હતું.