• Gujarati News
  • Lover Feeding Cow Lapsi And Ladu In Selvas Latest News

જીવદયા પ્રેમીઓએ ગાયોને લાપસી અને લાડુ ખવડાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( લાડુઓ )

જીવદયા પ્રેમીઓએ ગાયોને લાપસી અને લાડુ ખવડાવ્યા
250 કિલો લાપસી બનાવવામાં આવી, 2000 લાડુઓ બનાવી ખવડાવાયા
સેલવાસ: સેલવાસના જીવદયા પ્રેમીઓએ ગાય માતાને મિષ્ટાન ખવડાવ્યું હતું. દિવાળીના દિવસો શરૂ થતાં લોકો અનેક પ્રકારના મિષ્ટાનોની ભેટ એકબીજાને આપતા હોય છે. ગત રવિવારે સેલવાસના જીવદયા પ્રેમીઓએ 250 કિલો લાપસી અને 2 હજાર લાડુ બનાવી સેલવાસ તેમજ આજુબાજુના વિસ્તારમાં રખડતી ગાય અને બળદોને ખવડાવ્યા હતા.તેમજ ડોકમારડી સ્થિત એસપીસીએની ગૌશાળામાં રખાયેલી ગાયોને મિષ્ટાન ખવડાવ્યું હતું. તેમજ વાપી સ્થિત રાતા પાંજરાપોળ ખાતે પણ લાડુ અને લાપસી ગાયોને ખવડાવાય હતી. આ કાર્યક્રમ સેલવાસના જીવદયા પ્રેમી જીગર શાહ, નરપત રાજપુરોહિત, નિપુણ પંડયા, દિપક ગુપ્તા અને અંજના દેસાઈએ અલગ અલગ વિસ્તારમાં ફરી રસ્તે રખડતી ગાય અને બળદોનું મોઢું મીઠું કરાવ્યું હતું.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..