• Gujarati News
  • Goa Cooperative Bank Different Demands Of Goa Daman Div

દમણ: ગોવા સહકારી બેંકને દમણ-દીવમાંથી અલગ કરવાની માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( સ્થાનિક સહકારી બેંકના મુદ્દે કલેકટરે બેઠક યોજી હતી )

ગોવા સહકારી બેંકને દમણ-દીવમાંથી અલગ કરવાની માગ
આ મુદ્દે કલેકટર નામચુનની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ
સ્થાનિક સહકારી બેંકની માગ વ્યાપક બની
દમણ: દમણ-દીવમાં ધ ગોવા સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ છેલ્લા 50 વર્ષથી દમણ-દીવમાં કાર્યરત છે અને હવે ગોવા કો-ઓપરેટીવ બેંકને દમણ-દીવમાંથી અલગ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. દમણ-દીવમાં પણ સ્થાનિક સ્તર ઉપર સહકારી બેંકની સ્થાપના કરવાની માંગણી પ્રશાસનને કરવામાં આવી છે. આ બાબતે શુક્રવારે કલેકટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.દમણ કલેકટર મિતાલી નામચુનની અધ્યક્ષતામાં શુક્રવારે બપોરે કલેકટર કચેરીમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગોવા બેંકના સંચાલક, જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં ધ ગોવા કો-ઓપરેટીવ બેંક જે છેલ્લા 50 વર્ષથી દમણ-દીવ અને ગોવામાં સ્થાપિત છે. તે સમયે ગોવા દમણ અને દીવ એક રાજય હતુ, પરંતુ 1987માં જયારે ગોવા દમણ-દીવથી અલગ થઇને રાજય બનાવવામાં આવ્યું છતાં દમણ-દીવમાં ગોવા સહકારી બેંક કાર્યરત રહી હતી. હવે સરકારના નવા નિયમ અનુસાર સહકારી બેંક બીજા રાજયમાં જઇને વ્યવસાય નહી કરી શકે તેને જોતા દમણ-દીવમાંથી ગોવા બેંકને અલગ કરવાની માંગણી થઇ રહી છે. ભારત સરકારના નિયમ અનુસાર દરેક રાજયોમાં એક સહકારી બેંકની સ્થાપના કરવાની હોય છે.

દમણ-દીવમાં એક પણ સહકારી બેક સ્થાનિક સ્તર પર નથી. ફકત એક ગોવા બેંક દમણ-દીવમાં અસ્તિત્વમાં છે. હવે ગોવા બેંકને દમણ-દીવમાંથી અલગ કરવાની માંગણી ઉઠી રહી છે. સ્થાનિક સ્તર ઉપર ગોવાની મારફતે જો સહકારી બેંકની સ્થાપના થશે તો રોજગારી પણ મળશે અને ખાતાદારોને પણ લાભ થશે. કલેકટર મીતાલી નામચુનને ગોવા બેંકના સંચાલકો અને જનપ્રતિનિધિઓએ સહકારી બેંકની સ્થાપના કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.કલેકટરે મીતાલી નામચુને જણાવ્યું કે, જરૂરી લાયસન્સ અને દસ્તાવેજોના આધારે ધ ગોવા બેંકના સંચાલકોએ આવેદન કરીને પ્રશાસન પાસેથી તમામ કાયદાકીય ફોરમાલીટી પૂર્ણ કરીને આગળ વધવાની વાત કરવામાં આવી હતી.

બેઠકમાં કલેકટર મીતાલી નામચુનની સાથે સાંસદ લાલુભાઇ પટેલ, મરવડ ગામના અગ્રણી સોમાભાઇ પટેલ, ભીમપોર ગામના અગ્રણી સુખાભાઇ પટેલ, કાઉન્સિલર શોકત મીઠાણી, જનપ્રતિનિધિઓ સાથે દમણ ગોવા બેંકના ડાયરેકટર મોહન ટંડેલ, દીવ ગોવા બેંકના ડાયરેકટર રમેશ બામણીયા સહિ‌ત ગોવા બેંકના મેનેજર, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જોકે, સંઘપ્રદેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ પ્રદેશ માટે પ્રદેશની અલગ ઓળખ ઉભી કરતી સહકારી બેંક સ્થાપવાની માગણી સામે પ્રશાસન શું નિર્ણય લે તે જોવાનું રહેશે.
સહકારી બેંકની સ્થાપનાથી લોકોને લાભ થશે
ધ ગોવા બેંકના ડાયરેકટર રમેશ બામણીયાએ બેઠકમાં થયેલી વાતચીત અંગે માહિ‌તી આપતા જણાવ્યું કે, ભારત સરકારના નિયમ અનુસાર કોઇપણ સહકારી બંેક બીજા રાજયમાં જઇને વ્યવસાય નહી કરી શકે. આ મુદ્દાને લઇને દમણ-દીવમાં પણ સ્થાનિક સ્તર ઉપર એક સહકારી બેંકની સ્થાપના કરવામાં આવે તેવી માંગણી છેલ્લા 10 વર્ષથી ઉઠી રહી હતી, પરંતુ આ બાબતે કોઇ નિર્ણય આવતો નહતો. 2004થી ગોવા બેંકને અલગ કરવાની માંગણી થઇ રહી હતી. તે સમયે વાતાવરણ અનુકૂળ નહતુ. છતાં હમણા અંતે અલગ થવા ઉપર સહમતી આવી છે. ગોવાથી અલગ થઇને જો દમણ-દીવમાં જ સ્થાનિક સ્તર ઉપર સહકારી બેંકની સ્થાપના થાય તો લોકોને પણ લાભ થશે અને રોજગારી પણ વધશે. આજે કલેકટર સાથે બેઠક થઇ છે. જેમાં કલેકટરે સકારાત્મક અભિગમ સાથે અલગ કરવા ઉપર પ્રશાસનનો સાથ સહકાર રહેશે તેવુ જણાવાયું હતું.