• Gujarati News
  • Fire Seemed Line Man Burns Out In Selvas Latest News

ડીપીમાં આગ લાગતાં લાઈનમેન દાઝી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( દાઝી જનાર ગીરીશભાઇ પટેલ )

ડીપીમાં આગ લાગતાં લાઈનમેન દાઝી ગયો
સેલવાસ: સેલવાસના કિલવણી નાકા સુલભ શૌચાલય પાસે આવેલા વીજળીના ડીપીમાં અચાનક આગનાં ભડકો લેતા વીજળી વિભાગનો એક લાઈનમેન ગંભીર રીતે દાઝી ગયો હતો.મંગળવારે સાંજે 5-30 નાં સુમારે સેલવાસના કિલવણી નાકા ખાતે આવેલા વીજળીની ડીપી પાસે વીજળી િવભાગનો લાઈનમેન કામ કરી રહ્યો હતો. એ સમયે ટેકનિકલ કઈક ખરાબી આવતા ડીપી પાસે કામ કરી રહેલા ગીરીશભાઈ ધાકલભાઈ પટેલ ગંભીર રીતે દાઝી ગયા હતા. નજરે જોનારાના જણાવ્યા પ્રમાણે કીલવણી નાકાની આ ડીપીમાં અચાનક આગનો ભડકો લેતા ગીરીશભાઈ પટેલ દાઝી ગયા હતા. જેમને 108 દ્વારા સેલવાસ સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેમને બર્ન વોર્ડમાં દાખલ કરાયા હતા. ગીરીશભાઈ ધાકલભાઈ પટેલ કુડાચા ગામના રહીશ છે. તેમજ દાનહ વીજ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરે છે. વીજળીની આગથી દાઝેલા ગીરીશભાઈ પટેલની દિવાળી બગડી હોવાનું જણાયું હતું.
સુરક્ષાને લઇ કોઇ સાવચેતી રખાતી નથી
ડેલીવેઝીસ તેમજ કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા વીજળી વિભાગના કામદારો માટે હંમેશા જીવનું જોખમ રહે છે. દાનહ વીજળી વિભાગ કોર્પોરેશન થયા પહેલા અને બાદ પણ વીજ વિભાગના લાઈનમેનો કે પછી બીજા ટેકનિકલ કામ કરતા કામદારો અવારનવાર વીજ કરંટથી ગંભીર રીતે દાઝયા છે. ડેલીવેઝીસ કે પછી કોન્ટ્રાકટ પર કામ કરતા કામદારોની સુરક્ષાને લઇ કોઈ સાવચેતી રખાતી નથી. જેના કારણે કઈ કેટલા કામદારોએ લાચારીનો ભોગ બનવું પડ્યું છે.
મામુલી ઘટના છે
મામુલી ઘટના છે. ડીપીમાં આગ નથી લાગી, બહાર હોવાથી વધુ વાત કરી શકું એમ નથી. વધુ જાણકારી ડેપ્યુટી ભીખુભાઈ પાસે મેળવી લેવી. > એચ.એમ.પટેલ, એકઝીકયુટીવ ઇજનેર