વરકુંડથી ડ્રગ્સની સપ્લાય થઇ રહી હોવાની લોકચર્ચા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરકુંડના મુખ્ય માર્ગ ઉપર પાનના ગલ્લા, ચાના લારી ગલ્લાઓ પર શંકા
દમણમાં ડ્રગ્સનો વેપલો ચાલી રહ્યો હોવાની લોકચર્ચા છે. જેને લઇ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિ‌નીઓ ડ્રગ્સના ચપેટમાં આવી ગયા છે. આ બાબતે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેઓને રસ નહી હોવાનું જણાય છે. આ માટે પાનના ગલ્લા, ચા ની લારીઓ વગેરે સ્થાન ઉપરથી ડ્રગ્સની સપ્લાય થઇ રહી હોવાની શંકા છે. વરકુંડમાં પોલીટેકનીક કોલેજના પાછલા ભાગમાં સ્મશાન આવેલુ છે, ત્યાં એકાંત વિસ્તાર હોવાથી વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ પણ મળી રહ્યું છે.
વરકુંડ વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિકો તથા વ્યાપારીઓ દ્વારા જણાવામાં આવ્યું છે કે ડ્રગ્સનો ધંધો જરૂર ફુલીફાળી રહ્યો છે અને વરકુંડના મુખ્ય માર્ગો ઉપર આવેલા પાન તથા ચાની લારીઓમાં ડ્રગ્સ વેચાતું હોવાની માહિ‌તી આપવામા આવી રહી છે. લોક ચર્ચા અનુસાર વરકુંડ વિસ્તારમાંથી ઠેર ઠેર લોકોને ડ્રગ્સની ડિલીવરી આપવામાં આવી રહી છે.
આ વિસ્તાર મુખ્ય માર્ગ ઉપર આવેલો છે અને ઘણો એકાંત હોવાથી ડ્રગ્સના સપ્લાયરો માટે અનુકૂળ વાતાવરણ મળી રહ્યુ છે. નજીકમાં આવેલા શાળા, કોલેજ તથા આકાશવાણી, દૂરદર્શન કેન્દ્ર વગેરે હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકોનો જમાવડો રહ્યો છે. પોલીસે વરકુંડમાં કોમ્બિગ કરીને તપાસ હાથ ધરવાની જરૂર છે. પોલીસે હજી સુધી આ બાબતે કોઇ કાર્યવાહી કરી નથી.