તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસ ટોકારખાડાની ત્રણ દુકાનમાં ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેલવાસ: સેલવાસના ટોકારખાડા વિસ્તારમા આવેલ ત્રણ દુકાનોના શટર તોડી રોકડા રૂપિયા અને કપડાંની ચોરી કરી ચોર ફરાર પ્રાપ્ત વિગત અનુસાર ટોકારખાડા વિસ્તારમા આવેલ આઈડિયા કેર,ક્રિશ્ના ગ્લાસ અને કપડાંની દુકાનના શટર ઉંચકી ગલ્લામાંથી રોકડા અને કપડાના દુકાનમાંથી 15જોડી કપડા સહીત રોકડા રૂપિયા અને કાચની દુકાનમાંથી રોકડા રૂપિયા ચાંદીની મૂર્તિઓ અને ચેકબુકમાંથી ચેકની ચોરી કરી ગયા હતા સવારે આઇડિયાના દુકાનવાળો સવારે જયારે દુકાન ખોલવા આવ્યો ત્યારે જોયુ કે એની દુકાન અને બાજુમાની બે દુકાનોના શટરો ઉંચકાયેલા જોવા મળ્યા હતા
 
દુકાનમાંથી 15 જોડી કપડાં, રોકડા અને ચાંદીની મૂર્તિઓ ચોરી કરી ગયા હતા
 
દુકાન માલિકે તાત્કાલિક આજુબાજુ વાળા દુકાનદારોને ફોન કરી બોલાવ્યા હતા તેઓ આવી જોયુ તો દુકાનનો સામાન વેરવિખેર પડયો હતો અંદર જઈ જોતા દુકાનના ગલ્લાઓમાંથી રોકડા રૂપિયા અને ચાંદીની મૂર્તિઓ ચોરાયેલી હતી કપડાના દુકાનના માલિકની બે દુકાનો આવેલી છે જેમા એક બાઇકના પાર્ટસ વેચે છે અને બીજી દુકાનમા કપડા વેચે છે જેમા સીસીટીવી કેમેરા મુકવામા આવેલ હતા તેના ફૂટેજ કેપ્ચર થયા હતા જેમા મળસ્કે પાંચ વાગ્યાના સુમારે એક ચોર દુકાનમાંથી કપડાંની ચોરી કરતા જોવા મળ્યો હતો આ ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરવામા આવી હતી પોલીસ ટીમ ઘટના સ્થળે આવી તપાસ કરી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી હાલમા સેલવાસના વિવિધ વિસ્તારોમા ચોરીનુ પ્રમાણ ઘણુ વધી ગયુ છે જેથી નાઈટ પેટ્રોલિંગ વધારવાની ખાસ જરૂરી બની ગયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો