તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસના કોન્ટ્રાકટરની પત્નીએ કારમાં સ્ટેશન પર આવી ટ્રેન સામે પડતું મુકયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: સેલવાસના સુંદરવન સોસાયટી ખાતે રહેતા કંન્સ્ટ્રકશન કોન્ટ્રાકટરની પત્ની પોતાની સ્વીફટ કારમાં ભીલાડ રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચી કોઈ સમજે વિચારે તે પહેલા જ કર્ણાવટી એક્ષપ્રેસ ટ્રેનની સામે પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જેને સ્ટેશન ઉપર હાજર મુસાફરોમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી.
- સેલવાસના કોન્ટ્રાકટરની પત્નીએ કારમાં સ્ટેશન પર આવી ટ્રેન સામે પડતું મુકયું
- માતાના મોતને પગલે બે સંતાનોએ માતાની મમતા ગુમાવી
- સ્વીફટ કાર લઈ ભીલાડ સ્ટેશન સુધી કેમ આવી તે રહસ્ય

રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સેલવાસના સુંદરવન સોસાયટી ખાતે બંગલો નં.17 માં રહેતા અને કન્સટ્રકશનનો વ્યવસાય કરતા નિલેશ અમૃતલાલ વાળંદે 17 વર્ષ અગાઉ લીના સાથે લગ્ન કર્યા હતા. જેઓ હાલમાં બે સંતાનના માતા પિતા છે. જેમાં મોટો પુત્ર ધો.11 માં અને નાની પુત્રી ધો.9 માં અભ્યાસ કરે છે. પરંતુ લીના સાથે અચાનક એવી કોઈ ઘટના બની હતી કે જેના કારણે તે વ્યથિત થઈ ગઈ હતી. સવારે પોતાના ઘરેથી સ્વીફટ કાર લઈ ભીલાડ રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચી સ્ટેશન બહાર કાર પાર્ક કરી હતી. બાગમાં પ્લેટફોર્મ નં.3 ઉપર આવી પહોંચી સામે ધસમસતી આવી રહેલી કર્ણાવટી એક્ષપ્રેસ ટ્રેનની સામે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું હતું. બનાવની જાણ પરિવારજનોને થતા તેઓના હૈયાફાટ આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો.
આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...