તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22 કરોડનો ખર્ચ: દાનહના દૂધન - માંદોનીમાં પીવાના પાણીના ફાંફા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેલવાસ: એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશોમાં જઇને ભારતદેશ ખુબ ઝડપથી વિકાસ કરીરહ્યો હોવાની વાતો કરે છે પરંતુ તેમના સીધા તાબા હેઠળ આવતા કેન્દ્રશાસીત પ્રદેશ દાનહના અંતરીયાળ ગામની આદિવાસી પ્રજા આજે પણ પીવાના પાણી માટે વલખા મારીરહી છે,ચોમાસા દરમિયાન પણ કેટલાક ગામના લોકોએ તો પીવાનું પાણી મેળવવા દોઠથી બે કીલોમિટર ચાલીને ઝરણાનું પાણી ભરવા જવું પડે છે.
1 થી 2 કિલોમીટર ચાલીને ઝરણાનું પાણી પીવા લોકો મજબૂર
સંઘ પ્રદેશ દાનહ એક આદિવાસી વિસ્તાર છે આઝાદી બાદ પ્રદેશના વિકાશ માટે કેન્દ્રમાંથી દર વર્ષે કરોડો રૂપિયા આવે છે પણ વાસ્તવિકતા એ છેકે, આ પ્રદેશને આઝાદ થયાના 61 વર્ષ બાદ આજે પણ આ પ્રદેશના અંતરીયાળ ગામોની આદિવાસી પ્રજા વરસાદી ઝરણાનું પાણી પીવા મજબુર છે.સંઘ પ્રદેશ પ્રશાસન દ્વાર પાણી યોજના માટે રૂપિયા 22 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ પ્રદેશના માંદોની સહીતના કેટલાક ગામો એવા છે જ્યાની પ્રજાએ આદિવાસી સમાજ ઝરણાના પાણી પીવા પર મજબુર બન્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમે પીવાના પાણીને લઈ સ્થળ નિરીક્ષણ કરતા હકીકત જાણવા મળી છેકે, 2011 માં દૂધની અને માંદોની માટે ફિલ્ટર પાણીની યોજના તૈયાર કરાઈ છે. જેમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે દૂધની ખાતે વોટર ફિલ્ટર પ્લાન્ટ તૈયાર છે.
બેડપા-બેલપાડા તેમજ અન્ય વિસ્તારના ગરીબ લોકો પરેશાન

માંદોની જેવા ઊંચાઈ વાળા વિસ્તારમાં રહેતા લોકોને ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે બીજા 13 કરોડ રૂપિયા ખર્ચાયા છે. તેમ છતાં બેડપા બેલ પાડા તેમજ બીજા અન્ય વિસ્તારની સેંકડો મહિલાઓએ 1 થી 2 કિલોમીટર ચાલીને ઝરણાંમાં વહેતું પાણી પીવા મજબુર બન્યા છે. મળેલી માહિતી પ્રમાણે માંદોની પીવાના પાણીની લાઈન દૂધની સુધી જ આવી છે. જેનું અંતર 13 કિલોમીટરનું છે. તેમજ માંદોની અને આસપાસના વિસ્તારમાં પાઇપ લાઈ નંખાઈ છે. 56 કિલો મીટરમાં ડિસ્ટ્યુબીશન કરાઈ છે. પણ હજુ સુધી લોકોને ઘર સુધી પીવાનું પાણી પહોચ્યું નથી. જેના કારણે ઉનાળા દરમિયાન તો અહીંના ગામડાઓમાં રહેતી પ્રજાની હાલત ઘણી જ કફોડી બની જાય છે. દાનહના પર્વતીય વિસ્તારમાં વસતા લોકોને પીવાના પાણીને લઇ ભારે મુશ્કેલી પડી રહી છે. ગામથી 2 થી 3 ત્રણ કિલોમીટર સુધી ચાલી પાણી ભરવા માટે જવું પડે છે.
સત્તા પર રહી ચુકેલા નેતાઓ પણ જવાબદાર
દાનહમાં આઝાદીના 61 વર્ષ બાદપણ અંતરીયાળ વિસ્તારના અનેક ગામડાઓમાં આજે પણ આદિવાસી પ્રજાએ પીવાનાપાણીમાટે વલખા મારવા પડે તેવી સ્થિતિ છે તેના માટે આ પ્રદેશમાં વર્ષો સુધી સત્તા ભોગવી ચુકેલા નેતાઓપણજવાબદાર છે. જેમણે કેન્દ્રમાંથી દર વર્ષે વિકાસ કાર્યો માટે આવતા કરોડો રૂપિયાનો યોગ્ય ઉપયોગ કર્યો નથી અથવા તેમની બેદરકારીથી અધિકારીઓએ જલશા કર્યા છે. જનું પરિણામ આ પ્રદેશની ગરીબ આદીવાસી પ્રજા ભોગવી રહી છે.
આ અંગે પ્રશાસકને ફરિયાદ કરાશે
દાનહ ખાતે આઝાદી બાદ આજ દિન સુધી કરોડો રૂપિયા આદિવાસીઓના નામે આવ્યા છે. તેમ છતાં દાનહના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ મહિલાઓએ 2-3 કિલોમીટર પાણી લેવા દૂર જવું પડી રહ્યું છે. આજે જ્યારે અમે અનેક લોકોને ઝરણામાંથી પાણી ભરતા જોયા ત્યારે દુઃખ થયંુ છે. આદિવાસી ગરીબ પ્રજાએ આ રીતે પાણી પીવા મજબુર બનવું પડે છે.આ બાબતે પ્રશાસકને લેખિત ફરિયાદ કરીશું. - આરીફ એફ. શેખ, બિંગ હ્યુમન સોસાયટી સેલવાસ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો