તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણ: પર્યટન સ્થળો પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ ઇન્ડીંયા યોજના અંતર્ગત દમણ-દિવ આઇટી વિભાગ દ્વારા પ્રદેશને વાઇ-ફાઇ સીટી બનાવાના ઉદેશયથી આગામી ૩૧મી ઓક્ટોબરથી દમણ અને દિવના મોટા ભાગના પર્યટન સ્થળો પર પર્યટકો અને પ્રદેશવાસીઓને ફ્રી વાય ફાયની સુવિધા ઉપલબ્ધ થશે.તેવી માહિ‌તી પર્યટન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
દમણમાં હોટલ સંચાલકો અને ઉદ્યોગપતિઓના સહયોગથી મુશાફરોને સવલત મળશે
દમણ-દિવ પર્યટન વિભાગના ઉપ નિદેશક ચાર્મી‍મી પરીખ દ્વારા આજે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યુ કે પ્રથમ ચરણમાં દમણ અને દિવના પર્યટન સ્થળો જેમાં નાની દમણ અને મોટી દમણ જેટી, જંમ્પોર બીચ, દેવકા બીચ, મોટી દમણનો કિલ્લો વિસ્તાર, ચર્ચ, લાઇબ્રેરરી, સોમનાથ મંદિર,નાની દમણ બસ સ્ટોપ, દિવનુ નાગવા બીચ, જલંધર બિચ વગેરે પર્યટન સ્થળો પર પર્યટકો અને પ્રવેશવાસીઓને ફ્રી વાય-ફાયની સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રથમ ચરણ છે.ત્યારબાદ બીજા ચરણમાં તમામ ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે. એવી માહિ‌તી મળી છે.
ટૂંકમાં પ્રશાસનની યોજના છે કે દમણ અને દિવના તમામ વિસ્તારો અને ગામડાઓનો સમાવેશ કરી પ્રવેશને ફ્રી વાય-ફાયની સુવિધા આપવામાં આવે. દમણ-દિવ આઇટી વિભાગે બીએસએનએલના સહયોગથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.બીએસએનએલ જયાં જયાં મોબાઇલ સિગ્નલ વીક હશે ત્યા ત્યા ટાવરો મુકવામાં આવશે. જેમા મગરવાડા, કિલ્લાનો વિસ્તાર, મરવડ અને આતીયાવાડનો સમાવેશ થયો છે. આ યોજનામાં હોટલ અને ઉધોગોનો પણ પુર્ણ સહયોગ લેવામાં આવી રહયો છે.
પર્યટકો વધશે અને મહિ‌લાઓને પણ સુરક્ષા પ્રદાન થશે.

પર્યટન ઉપ નિદેશક ચાર્મી પારીખના જણાવ્યા અનુસાર પ્રશાસન પર્યટન સ્થળોને ફ્રી વાય-ફાયની સુવિધા આપવા પાછળનુ કારણ પર્યટન ક્ષેત્રે વિકાસ કરવો અને આધુનિક જમાના સાથે લોકોને જોડી રાખવા જેથી દમણ અને દિવમાં પર્યટકોનો વધારો થશે. સાથે સાથે ઇન્ટરનેટની ફ્રી સુવિધા મળવાથી મહિ‌લાઓની સુરક્ષા પણ થઇ શકશે. સરકારી વિભાગોને પણ લાભ મળવાથી ઇ-ગવર્નસ સાથે જોડી શકાશે જેથી કરીને લોકોને જન્મ પ્રમાણપત્રો થી લઇને રેશનકાર્ડની સુવિધા પણ મળી શકાશે. દમણમાં પ્રશાસન દ્વારા વાઇફાઇની સુવિધા આપવાની જાહેરાત કરતા સાથે જ બહાર પ્રવાસીઓ કરતા વાપી અને આજુબાજુના યુવાનો વધુ ગેલમાં આવી ગયા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, ફ્રિ વાઇફાઇની આ સુવિધા કેવી હશે તેના ઉપર સૌની નજર રહેશે.
રોજ અડદો કલાક 300MB ડાઉનલોડ કરાશે
પર્યટન ઉપ નિદેશક ચાર્મી પરીખના પારીખના જણાવ્યા અનુસાર દર રોજ અડધો કલાક માટે ફ્રી વાય-ફાયની સુવિધા મળશે. પ્રતિ દિવસે અડધો કલાકમાં વધુમાં વધુ ૩૦૦ એમબીપીએસ સુધી ફ્રી ડાઉનલોડ કરી શકાશે. ૨ એમબીપીએસ થી લઇને ૪ એમબીપીએસની સ્પીડ મળશે જેમા એકજ સ્થળે એકી સાથે ૧પ૦ થી ૨૦૦ લોકો ફ્રી વાય ફાયનો ઉપયોગ કરી શકશે. બીએસએનએલ દ્વારા તમામ સ્થળો પર ફાબર ઓપટીક નાખી દેવામા આવ્યા છે. દેવકા અને જંમ્પાર દરિયા કિનારાના ૨.પ કિલોમીટરના વિસ્તારમાં ફ્રી વાય-ફાયની સુવિધા મળશે.
અન્ય સમાચારો પણ છે...